સૌરાષ્ટ્રમાં આવેલ કંદબગિરીતિર્થમાં ૧૧૦૮ કમળથી મહાલક્ષ્મીની પુજા  

860
bhav24102017-7.jpg

આ સાથે જોડેલ ’સંશોધન લેખ’  કે જે ’મહર્ષિ પારાશર્ય વેદ અધ્યાત્મ સંશોધન કેન્દ્ર’ ભાવનગર દ્વારા ભારતીય ૠષિ પરંપરા તેમજ ૠગવેદના આધારે શ્રીસૂકતના મંત્રોના આધારે, તેમજ વેદોમાં દર્શાવેલ શ્રીવિદ્યાના મંત્રોના આધારભૂત પુરાવાના આધારે ગુજરાતમાં આવેલું આ ર૪મી શકિતપીઠ હોય, કે જયાંથી હિન્દુ ધર્મના વેદ અને પુરાણોના આધારે વિશ્વમાં સૌપ્રથમ મહાલક્ષ્મીનો પ્રાદુર્ભાવ આ જગ્યાએ થયેલો હોય, જે બાબતનું સંપૂર્ણ સંશોધન ’મહર્ષિ પારાશર્ય વેદ અધ્યાત્મ સંશોધન કેન્દ્ર’ ભાવનગર દ્વારા કરવામાં આવેલ હોય, ઉપરોકત જગ્યાએ છેલ્લા ર૧ વર્ષથી ’મહર્ષિ પારાશર્ય વેદ અધ્યાત્મ સંશોધન કેન્દ્ર’ ભાવનગર દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીવિદ્યાના મંત્રો દ્બારા ૧૦૦૦ કમળના ફુલ,બીલીપત્ર, તુલસીપત્ર વગેરે દ્વારા મહાલક્ષ્મી(કમલા)ની પૂજા, આપણાં પુરાણોમાં દર્શાવેલ શ્રીમાર્કંડ ૠષિ આનંદ, કર્દમ, શ્રીદ, ચિકલીત, ઈન્દ્ર વગેરે દેવતાઓ દ્વારા દ્વારા નિર્દેશિત પદ્ધતિ મુજબ મહાલક્ષ્મીની ઉચ્ચ પ્રકારની મહાપૂજા મહાઅભિષેક અને ૧૦૮ કમળથી નવચંડી યજ્ઞ કરવાનું આયોજન આગામી દિવાળીના દિવસે સંવત ર૦૭૩, ઈ.સ.ર૦૧૬૧૭, કિલક સંવત્સર, શાલિવાહન શકે૧૯૩૯, હેમલંબી સંવત્સર,વૃષભ લગ્ન, કન્યારાશિમાં સૂર્યચંદ્ર, હસ્ત નક્ષત્ર, વૈધૃતિ યોગ, ચતુષ્પાદ કરણ, દર્શ અમાસ, મહાવિરસ્વામિ નિર્વાણદિન તેમજ શ્રીવિદ્યાના ડં માયા તત્વ વર્ષ અષ્ટાઙ્ગમ્‌ પંચાગ મુજબ ઓ ં સર્વમંગલાનિત્યા / ઓ ંં પ્રીતિકલા માસે, ળૃ  અઃ વિમર્શાનન્દનાથ વાસરે, અકાર ઘટિકોદય, લં રૂપ તત્વદિન, એં શુકલ નીલપતાકા  દિનનિત્યા, ઙોંલાઈંહંસઃ દિનનિત્યાવિદ્યા દિને, તા. ૧૯/૧૦/ ર૦૧૭ને ગુરૂવારના રોજ સવારે ૦૯.૦૦ કલાકે આસો વદ દર્શઅમાસના દિવસે મહાલક્ષ્મીની મહાપુજા, મહાઅભિષેક  કરવામાં આવેલ. 

Previous article રાજુલાના રહેણાંકી વિસ્તારમાં બચ્ચા સાથે દિપડી લટાર મારતા નગરજનો ભયભીત
Next article મહેન્દ્રસિંહ સરવૈયાનું સન્માન