મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહાનગરોના વિકાસ માટે શહેરી વિકાસ સત્તામંડળમાં અધ્યક્ષ પદે જે-તે મહાનગરના કમિશ્નરને નિમણુંક આપવાનો નિર્ણય કરાતા હવે રાજકિય પક્ષોના નેતા કે આગેવાનો શહેરી વિકાસ સત્તામંડળમાં ચેરમેન બની શકશે નહીં ત્યારે ભાવનગરમાં હવે બાડાના ચેરમેન પદે મ્યુ.કમિશ્નર એમ.એ. ગાંધી રહેશે. જ્યારે ગાંધીનગરમાં ગુડાના અધ્યક્ષ પદે મ્યુ. કમિશ્નર એસ.એલ. અમરાની રહેશે.