ભાવનગર,તા.૨૯
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સોનેરી સુરજ ઉગવાની શરૂઆત થઈ રહી છે એક પછી એક નવા વિષય સાથેની ગુજરાતી ફિલ્મ બની રહી છે. પ્રેક્ષકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ત્યારે એક અલગ જ વિષય વસ્તુ અને ફુલ કોમેડી એન્ટરટેઈનમેન્ટ સાથે આવી રહી છે. ફિલ્મ ‘તારી માટે વન મોર’૨૧ મી સપ્ટેમ્બરથી ગુજરાતભરના સીનેમામાં રજુ થઈ રહી છે. આ ફિલ્મની નિર્માત્રી નમ્રતા અગ્રવાલ અને લેખક ડાન્સ ડીરેકટર રીધમ ભોજ કે આ ફિલ્મ તૈયાર કરવામાં કોઈ કચાશ રાખી નથી. અને આ એવી પહેલી ફિલ્મ છે જેની પ્રોડ્યુસર અને ડાન્સ ડીરેકટર મહિલાઓ છે.
ફિલ્મનું ટ્રેલર ભાવનગરમાંથી જ રીલીઝ કરવામાં આવ્યું હતું. ભરત ચાવડા જેમણે રામલીલા પ્રાંણ પોતાનો અભિનય આપ્યો છે. તેમણે ફિલ્મ માટે વાત કરતા કહ્યું કે આ ફિલ્મમાં મારો રોલ જેવો હું રીયલ લાઈફમાં છુ એવો જ છે. એક મસ્તીખોર લાગણીશીલ યુવાનનો ફિલ્મની વાર્તા અને મિત્રોના ગ્રૃપની અને એમાંથી સર્જાતી કોમેડીની છે. દર્શકોને અચૂક ગમશે. જાનકી પણ અલગ રોલમાં જોવા મળશે. એમની અત્યાર સુધીની ફિલ્મો કરતા અલગ જ રોલમાં જાનકી જોવા મળશે. ફિલ્મના લેખક અને ડાન્સ દિગ્દર્શક રીધમ ભોજ કે ફિલ્મની વાર્તા લોકોને ગમશે સાથે ફિલ્મના ગીતો પર લોકો ઝુમશે જ એવી વાત કરતા એમણે કહ્યું કે એનું મુખ્ય કારણ છે. ફિલ્મના ગીતો શાન જેવા ગાયકનાં કંઠે ગવાયા છે. ફિલ્મ ગોવા અમદાવાદના રમણીય લોકેશન પર શુટ થયુ છે. ટેકનીકલી પણ એટલી જ મજબુત અને કુશલ એન્ટરટેઈન્ટમેન્ટના બેનર તળે રજુ થશે.