રાજ્યમાં છ નવા પાસપોર્ટ કેન્દ્રને મંજૂરી

1491

ગુજરાતમાં છ નવા શહેરમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ કરવાની મંજૂરી મળી છે તેમાં ગાંધીનગર, બારડોલી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે. નવા પાસપોર્ટ કેન્દ્રો શરૂ થતાની સાથે જ હવે આ શહેરોના લોકોને પાસપોર્ટ માટે બીજા શહેરમાં જવું નહીં પડે.

આ અંગે મીડિયાને માહિતી આપતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, “કેન્દ્રના વિદેશ મંત્રાલય તરફથી આઉટ રીચ કોન્ફરન્સ રાખવામાં આવતી હોય છે. અગાઉ તેલંગાણા અને મહારાષ્ટ્રમાં આવી કોન્ફરન્સ થઈ ચુકી છે. આજે ગાંધીનગર ખાતે વિદેશના રાજ્યમંત્રી એમ. જે. અકબરના અધ્યક્ષતામાં કોન્ફરન્સ રાખવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં વિશ્વભરમાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓને પડતી સમસ્યાઓ, તેમને નડતા લગ્ન સંબંધી પ્રશ્નો તેમજ વિદેશમાં નોકરી સંદર્ભે નડતા પ્રશ્નો અંગે આ બેઠકમાં વિદેશમંત્રીની હાજરીમાં ચર્ચા કરવામાં આવી હતી.”

ગુજરાત રાજ્ય તરફથી નવા 6 પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી. નરેન્દ્ર મોદી પીએમ બન્યા પહેલા રાજ્યમાં માત્ર પાંચ પાસપોર્ટ કેન્દ્ર હતા. તેઓ પીએમ બન્યા બાદ નવા 14 કેન્દ્રોને મંજૂરી મળી હતી. આ ઉપરાંત સરકારે નવા છ પાસપોર્ટ સેવા કેન્દ્રો માટે માંગ કરી હતી જેને મંજૂરી મળી છે.

Previous articleહિજબુલ મુજાહિદ્દીનના ચીફ સલાહુદ્દીનના પુત્રની ધરપકડ કરી
Next articleહાર્દિક પટેલ કોર્ટમાં રહ્યો ગેરહાજર