નાણાંમંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે, ભારત આગામી વર્ષએ બ્રિટનને પછાડી દુનિયાની ૫મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. તેમણે કહ્યું કે, આ વર્ષે આકારની દ્રષ્ટિએ અમે ફ્રાંસને પાછળ છોડ્યું છે. આગામી વર્ષે આપણે બ્રિટનને પાછળ છોડી દેશું અને આ રીતે આપણે દુનિયાની ૫મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશું.
તેમણે કહ્યું કે, દુનિયાની અન્ય અર્થવ્યવસ્થાની વૃદ્ધિની ઝડપ ધીમી છે. ભારતમાં આગામી ૧૦ થી ૨૦ વર્ષમાં દુનિયાની પ્રથમ ત્રણ અર્થવ્યવસ્થાઓમાં આવવાની ક્ષમતા છે. આ આગાઉ વર્લ્ડ બેંકના જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. ભારતે ફ્રાંસને આ મામલે પાછળ છોડ્યું છે. વર્લ્ડ બેંક પ્રમાણે ભારતની ય્ડ્ઢઁ ગત વર્ષના અંતમાં ૨.૫૯૭ ટ્રિલિયન ડોલર એટલે કે, ૧૭૮ લાખ કરોડ રૂપિયા રહી, જ્યારે ફ્રાંસની ૨.૫૮૨ ટ્રિલિયન ડોલર એટલે કે, ૧૭૭ લાખ કરોડ રૂપિયા રહી છે. ઘણાં ક્વાટરની મંદી બાદ ભારતની અર્થવ્યવસ્થા જુલાઇ-૨૦૧૭થી ફરી મજબૂત થવા લાગી છે.
વર્લ્ડ બેંક ગ્લોબલ ઇકોનોમિક્સ પ્રોસ્પેક્ટસ રિપોર્ટ પ્રમાણે, નોટબંધી અને ય્જી્ બાદ આવેલી મંદીથી ભારતની અર્થવ્યવસ્થા ઉભરી રહી છે. નોટબંધી અને ય્જી્ના કારણે ગત વર્ષે મેન્યૂફેક્ચરિંગ અને ઉપભોક્તા ખર્ચ ભારતીય અર્થવ્યવસ્થાને ગતિ આપવાનું મુખ્ય કારણ રહ્યાં છે. એક દશકમાં ભારતે પોતાની ય્ડ્ઢઁ બે ગણી કરી દીધી અને સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, એશિયામાં ભારત મુખ્ય આર્થિક તાકત તરીકે ઉભરી શકે છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ભારત ૨૦૩૨ સુધીમાં દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.