પરિણિતી તેમજ સુશાંતની ફિલ્મને લઇ હજુ સસ્પેન્સ

1683

બોલિવુડમાં શુદ્દ દેશી રોમાન્સ ફિલ્મ મારફતે તમામનુ ધ્યાન ખેંચનાર પરિણિતી ચોપડા અને સુશાંતસિંહ રાજપુતની જોડી ફરી એકવાર સાથે નજરે પડનાર છે. આ બન્ને હવે હોમી અદાજનિયાની આગામી ફિલ્મમાં જોવા મળી શકે છે. હોમીની આગામી ફિલ્મ તકદુમમાં આ બન્નેની જોડી સાથે નજરે પડનાર છે.

જો કે હજુ સુધી ફિલ્મના શુટિંગ અને રજૂઆતની તારીખ અંગે કોઇ વાત કરવામાં આવી હતી. માત્ર જાહેરાત જ કરવામાં આવી છે.  બન્ને કલાકારોએ સોશિયલ નેટવર્કની સાઇટ પર આ અંગેની માહિતી આપી ચુક્યા છે. પરિણિતી ચોપડાએ ટિ્‌વટરમાં કહ્યુ છે કે તેની સાથે સુશાંતસિંહ રાજપુત ફિલ્મમાં કામ કરી રહ્યો છે. સુશાંત સિંહ રાજપુતે પણ ફિલ્મની પટકથા અંગે વાત કરતા કહ્યુ છે કે આ ફિલ્મની પટકથા એક એવી યુવતિની છે જેની આંખમાં આસમાન હોય છે.  સાથે સાથે તેનુ સપનુ એક એવા યુવકને હાંસલ કરવાનુ છે જેની ઇચ્છાશક્તિ આસમાનને સ્પર્શ કરવાની હોય છે. બન્ને કલાકારો અગાઉ શુદ્ધ દેશી રોમાન્સમાં સાથે કામ કરી ચુક્યા છે. અલબત્ત આ ફિલ્મ ફ્લોપ સાબિત થઇ હતી. જો કે ફિલ્મના ગીતો લોકપ્રિય થઇ ગયા હતા. પરિણિતી હાલમાં લાંબા ગાળાના બ્રેક બાદ બોલિવુડ કેરિયર પર ફરી એકવાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આગામી દિવસોમાં હવે આ નવી ફિલ્મનુ શુટિંગ હાથ ધરવામાં આવનાર છે. ફિલ્મના અન્ય કલાકારો ટુંક સમયમાં નક્કી કરાશે. તકદુમમાં એક નવી જોડીને ચમકાવવાની જાહેરાતને લઇને બન્ને પણ ભારે આશાવાદી છે. પરિણિતી ચોપડા હાલમાં બે મોટી ફિલ્મો ધરાવે છે. જેમાં અક્ષય કુમારની સાથે કેસરી અને અર્જુન કપુરની સાથે સંદીપ ઓર પિન્કી ફરાર ફિલ્મનો સમાવેશ થાય છે. પરિણિતી ચોપડા અન્ય ફિલ્મો મેળવી લેવા માટે પણ આશાવાદી છે. જો કે તે દક્ષિણ ભારતની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા ધરાવતી નથી.,

Previous articleમૌની રોયને વધુ એક મોટી ફિલ્મ હાથ લાગી
Next articleસની લિયોન કલાક સુધી શો રૂમમાં લોક રહી