સની લિયોન કલાક સુધી શો રૂમમાં લોક રહી

2040

બોલિવુડમાં ઓછી ફિલ્મોમાં કામ કરી રહી હોવા છતાં લોકપ્રિયતાની ચરમસીમા પર પહોંચી ગયેલી સ્ટાર અભિનેત્રી સની લિયોન હાલમાં જ એક શોપિંગ મોલમાં એક કલાક સુધી લોક થઇ ગઇ હતી. તે એક ક્લોથિંગ બ્રાન્ડના સ્ટોરને લોંચ કરવા માટે પહોંચી હતી. પરંતુ ભારે ભીડ પહોંચી જતા સની લિયોન અટવાઇ પડી હતી. મોલમાં સની લિયોને એન્ટ્રી કરતાની સાથે જ તેને જોવા અને મળવા માટે લોકોની પડાપડી થઇ હતી. સની લિયોનના પહોંચવા અને આસપાસના વિસ્તારમાં સમાચાર આગની જેમ ફેલાતાની સાથે જ લોકો ઉમટી પડ્યા હતા. ચાહકો તેને જોવા માટે પડાપડી કરતા નજરે પડ્યા હતા. તેની એક ઝલક મેળવી લેવા માટે પડાપડી થઇ હતી. ભીડ એટલી હદ સુધી વધી ગઇ હતી કે સની લિયોનને એક કલાક સુધી મોલમાં લોક રહેવાની ફરજ પડી હતી. ભીડને દુર કરવા માટે સ્ટોરના માલિક અને ડિઝાઇનર રિયાજ ગાંજીએ આખરે સુરક્ષાના ભાગરૂપે સ્ટોરના શટર અંદરથી બંધ કરી દીધા હતા. સ્ટોર બંધ છે તેમ લોકોને લાગે  તે માટે સ્ટોરને અંદરથી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શટર બંધ કરતી વેળા સેફ્ટીનુ ધ્યાન રાખવામાં આવ્યુ ન હતુ જેથી શટર પૂર્ણ રીતે લોક થઇ ગયુ હતુ. સની લિયોની સાથે તેના પતિ ડેનિયલ વેબર પણ હતો. ઇવેન્ટ પૂર્ણન થયા બાદ જ્યારે શટર ખોલવાના પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે શટર ન ખુલતા તકલીફ ઉભી થઇ હતી. મોલના તમામ શટર ઓટોમેટિક ખુલે છે અને બંધ થાય છે. ઉતાવળમાં શટર બંધ કરવાના કારણે તેમાં તકલીફ ઉભી થઇ ગઇ હતી. શટર બે બાજુ બંધ થઇ જતા કર્મચારી પણ મુશ્કેલમાં મુકાઇ ગયા હતા. સની લિયોન ગરમી અને અંધારામાં એક કલાક સુધી અટવાયેલી રહી હતી.

Previous articleપરિણિતી તેમજ સુશાંતની ફિલ્મને લઇ હજુ સસ્પેન્સ
Next articleહું મુખ્યત્વે રંગભૂમિનો કલાકાર છું : સિદ્ધાર્થ રાંદેરિયા