વેરાવળ ખાતે અભયમ્‌ મહિલા સંમેલન યોજાયું

1020

મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા વેરાવળ ખાતે “અભયમ” મહિલા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ દરમ્યાન મહિલા સુરક્ષાક્ષેત્રે  વિશિષ્ટ કામગીરી કરનાર મહિલા કાઉન્સેલર અલ્કાબેન કંડોલીયા અને કિંજલબેન મકવાણા તથા મહિલા સામાજીક કાર્યકર શારદાબેન રાખોલીયાનું સન્માન કરાયું હતું.

રાજ્ય બિજ નિગમનાં ચેરમેન રાજશીભાઇ જોટવાનાં અધ્યક્ષસ્થાને આયોજીત મહિલા સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન જાલંધરા, જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્મા, ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા અને વેરાવળ નગરપાલિકાનાં પ્રમુખ મંજુલાબેન સુયાણીએ રાજ્ય સરકારની મહિલાલક્ષી યોજનાઓની વિગતો આપી તેનો બહોળા પ્રમાણમાં લાભ લેવા જણાવ્યું હતું. ઉપરાંત બાળક અને માતાને રસીકરણ તથા કુપોષણને સમાપ્ત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગીર-સોમનાથ જિલ્લામાં મહિલાઓ માટે ઉપયોગી ૧૮૧ હેલ્પલાઇન, ૧૮૧ મોબાઇલ એપ, નારી અદાલત, દહેજ અધિકાર, મહિલા મિત્ર તેમજ જિલ્લા કાનુની સેવા સત્તામંડળની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સમારોહનાં અધ્યક્ષ રાજશીભાઇ જોટવાએ જણાવ્યું હતું કે, અગાઉની સરકારમાં માત્ર પુરૂષ માટે સંમેલન અને કાર્યક્રમો થતા વર્તમાન સરકાર અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓનાં અમલીકરણ સાથે સરકારી નોકરીઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા અનામત આપી મહિલાઓનાં ઉત્કર્ષ માટે ખુબ મોટું યોગદાન આપ્યું છે. મહિલા અનામતનાં લીધેજ આજે જિલ્લા પંચાયતનાં પ્રમુખ અને નગરપાલિકા પ્રમુખ તરીકે રૈયાબેન જાલંધરા અને મંજુલાબેન સુયાણી કાર્યરત છે.

Previous articleનાનામાં નાના માનવીને ઝડપથી ન્યાય મળે તે માટે વહીવટીતંત્ર સહાનુભૂતિપૂર્વક કાર્ય કરે : નીતિનભાઇ પટેલ
Next articleજાળીયા ખાતે ૧.રપ કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ