અમરેલી ખાતે અભયમ્‌ મહિલા સુરક્ષા સંમેલન

988

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સુરક્ષાના સંકલ્પ સાથે મહિલા સુરક્ષા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. અમરેલી સ્થિત સંઘાણી હોલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ રાજયમંત્રી કિશોરભાઇ કાનાણીએ દીપપ્રાગટ્ય કરી જિલ્લાકક્ષાના અભયમ મહિલા સુરક્ષા સંમેલન કાર્યક્રમને ખૂલ્લો મૂક્યો હતો.

આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઇ કાનાણીએ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું કે, રાજય સરકારના સકારાત્મક વલણને લીધે છેવાડાની મહિલાઓનો ઉત્કર્ષ થયો છે. મહિલા સ્વાવલંબનની પ્રવૃત્તિઓ માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે. રાજય સરકારના દીર્ઘદ્રષ્ટિભર્યા આયોજનને લીધે મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અમલી છે જેના કારણે મહિલાઓ વધુ સક્ષમ બની શકે તેવી સ્થિતિનું સર્જન થયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઉજ્જવલા યોજના એ મહિલાઓ માટે ઘણી ઉપયોગી નિવડેલી યોજનાઓ છે. મહિલાઓ માટે રાજય સરકારે આરોગ્ય, શિક્ષણ, સામાજિક, સુરક્ષા, સ્વાવલંબન એમ સર્વગ્રાહી પાસાઓને ધ્યાને લઇ યોજનાઓનું અમલીકરણ કર્યુ છે. ભરતીમાં પણ મહિલાઓને અનામત આપવામાં આપવામાં આવે છે.

સાસંદ નારણભાઇ કાછડીયાએ જણાવ્યું કે, સામાજિક જાગૃત્તિ આવે અને કુરિવાજોનું નિર્મૂલન થાય તે માટે પ્રતિબધ્ધ થવું જરૂરી છે. સમાજમાં નારીઓનું સન્માન જળવાય રહે અને તેમની સુરક્ષા થાય તે માટે જાગૃત્તિ આવે તે આવશ્યક છે. મહિલાઓના ઉત્કર્ષ માટે રાજય સરકારે અનેકવિધ કાર્યક્રમો અમલી કર્યા છે.  તેમણે બેટી બચાવો બેટી પઢાઓ અને મહિલાઓને સ્વનિર્ભર બનવા મદદરૂપ બનતી યોજનાઓ વિશે પણ જણાવ્યું હતુ.

Previous articleજાળીયા ખાતે ૧.રપ કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ
Next articleહાર્દિક પટેલ મામલે પાસ દ્વારા બોટાદ મામલતદારને આવેદન