રાજુલા બ્રહ્મસમાજ તેમજ વડનગર શાળાનું ગૌરવ ડો.હાર્દિક જોશીએ છારોડી ગુરૂકુળ ગાંધીનગરમાં સંસ્કૃત વિષય સાથે બીએ, એમએ, એમએડનો અભ્યાસ પૂર્ણ કરી સંસ્કૃત પીએચડી કરી ડોક્ટરની પદવી મેળવવાથી રાજુલા તાલુકા અને કાતર ગામનું ગૌરવ વધારેલ છે.
રાજુલા તાલુકાના મુળ વતની એવા શ્રીજુભાઈ મોહનભાઈ જોશીના પુત્રી હાર્દિક જોશીએ ગાંધીનગર ગુરૂકુળમાં સંસ્કૃત વિષય સાથે બી.એ., એમ.એ., એમ.એડ.નો સમાવેશ અભ્યાસ પૂર્ણ કરી સંસ્કૃતમાં પીએચડી કરી ડોક્ટરની પદવી મેળવવાથી રાજુલાની વડનગર શાળાના વિદ્યાર્થી હોવાને નાતે વડનગર શાળા તેમજ તાજેતરમાં જીપીએસસીની રાજ્ય લેવલે પરીક્ષામાં રાજ્ય લેવલે જનરલ કેટેગરીમાં ૮મું સ્થાન પ્રાપ્ત કરનાર હાર્દિકભાઈ જોશીને રાજ્ય સરકાર કે કોઈપણ સ્થાને ડોક્ટરે હાર્દિક ક્લાસ-ટુની પોસ્ટના અધિકારી થશે. જેને લઈને રાજુલા તાલુકા, વડનગર શાળા અને કાતર ગામનું ગૌરવ વધારતા ડો.હાર્દિકભાઈને અભિનંદનની વર્ષા બ્રહ્મસમાજ દ્વારા સહિત થઈ રહી છે.