આરજેએચ હાઇ.માં નેશનલ સ્પોટ્‌ર્સ -ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી

1081

મેજર ધ્યાનચંદની જન્મજયંતિ ના માનમાં નેશનલ સ્પોટ્‌ર્સ ડે ની ઉજવણીનાં સંદર્ભે આજરોજ ઢસા જંક્શન ખાતે આવેલ શ્રી આર જે એચ હાઇસ્કુલ માં વિવિધ રમત સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવેલ

જેમાં હોકી.હેન્ડબોલ. એથ્લેટિક્સ. કબડ્ડી. ખો-ખો અને સેલ્ફડીફેન્સની જુદી-જુદી સ્પર્ધાઓ કરવામાં આવી હતી સ્પર્ધા માં વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માં આવ્યા હતા.  અને શાળાના પુર્વે કોચ ઇમરાન ભાઇ પઠાણની બોટાદ જિલ્લામાં સિનીયર કોચ તરીકે નિયુક્તિ થતાં તેમનો સત્કાર સમારંભ પણ રાખવાંમાં આવેલ હતો જેમાં જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ગોહિલ તથાં યુવા વિકાસ અધિકારી દિનેશભાઇ દીહોરા ઉપસ્થિતિ રહયાં હતા.આ ઉપરાંત શાળા માં સેલ્ફડીફેન્સના કોચ તરીકે  કાર્ય કરતાં સુનીલભાઈ ખાવડુંનુ ઉત્કૃષ્ટ  કામગીરી બદલ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ

આ ઉપરાંત હાલમાં શાળા ના રીનોવેશન કાર્યમાં ઉદાર હાથે લાખો રૂપિયાનું દાન આપનાર શાળાના કર્મચારીઓ.દાતાઓ, ગ્રામજનો તથાં ઉદ્યોગપતિઓનું સન્માન કરવામાં આવેલ આ પ્રસંગમાં ઉપસ્થિત મહાનુભાવો ઉદ્યોગપતિઓ અને ગ્રામજનોએ શાળાના આચાર્ય સહિત કર્મચારીઆની કામગીરી, નિષ્ઠાને બિરદાવીને તેમણે ગ્રામજનો કરતાં પણ વધું યોગદાન આપવા બદલ શાળાના આચાર્ય અને કર્મચારીઓને બિરદાવ્યા હતા.

Previous articleવડનગર શાળાનું ગૌરવ વધારતા ડો.હાર્દિક જોશી
Next articleઘેલા સોમનાથ મહાદેવના દર્શન