આદીકાળથી સામાન્યતઃ શ્રાવણ સુદ પૂર્ણિમાના પર્વથી શ્રાવેણી પર્વ શ્રૃંખલાનો પ્રારંભ થતો હોય છે ત્યારે આજરોજ શ્રાવણ વદ ચોથના રોજ હિન્દુ શાસ્ત્ર આજ્ઞા અનુસાર બોળચોથનું પર્વ ઉજવવામાં આવે છે. જે અન્વયે આ દિવસે ગૃહિણીઓ દ્વારા ગાયની પૂજા કરી ભોજનમાં બાજરાના રોટલા, લાલ મરચાની ચટણી, મુળા, કાકડીનું ભોજન આરોગવામાં આવે છે તથા ભોજન પણ ગેસ સ્ટવ કે પ્રાઈમસ પર રાંધવાના બદલે ચુલા પર દેશી પધ્ધતિથી રાંધવામાં આવે છે.