સ્વચ્છ સંકલ્પ સે સ્વચ્છ સિધ્ધિ વિષય પર નિબંધ સ્પર્ધા અને લઘુ ફિલ્મ યોજાઈ

917
gandhi25102017-3.jpg

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગાંધીનગર દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત’ સ્વચ્છ સંકલ્પ સે સ્વચ્છ સિધ્ધિ ’ વિષય પર નિબંધ સ્પર્ધા અને લધુ ફિલ્મ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરાયું.નિબંધ સ્પર્ધામાં મોહનીશ જે. વસાવડા, કિરીટ ભુપતભાઇ ત્રિવેદી અને નવનીતભાઇ કે. કડીયા અનુક્રમે પ્રથમ, દ્રિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયા હતા. જયારે લધુ ફિલ્મ સ્પર્ધામાં મયંક શ્રીમાળી, હાર્દિક શ્રીમાળી અને ચંદ્રરાજ સોલંકી અનુક્રમે પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબરે વિજેતા બન્યા હતા. આ બન્ને સ્પર્ધામાં વિજેતાઓને જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગાંધીનગરના નિયામક જી.પી.બહ્મભટ્ટના હસ્તે રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.જે. પટેલ, હિસાબી અધિકારી દેવાંગ એસ. પટેલ, પ્રોજેકટ ડાયરેકટર (વોટરશેડ) આર.એમ.દેસાઇ, જિલ્લા કો. ઓર્ડિનેટર(એસ.બી.એમ(ગ્રા)) એમ.એ.ચાવડા, આઇઇસી કન્સલટન્ટ (એસબીએમ(ગ્રા)) જીતેન એ. પારેખ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleચૂંટણી માટે ભાજપે ઘડ્યો માસ્ટર પ્લાન, ગુજરાતના દિગ્ગજ નેતાઓના હાથમાં કમાન
Next articleરામકથા મેદાન બન્યુ કચરા પેટી