શહેરની બીપીટીઆઈ કોલેજમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને પ્રાથમિક સવલતો ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા ભાવનગર શાખા દ્વારા આચાર્યને રજૂઆત કરી છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન સર ભાવસિંહજી પોલીટેકનીક ઈન્સ્ટીટયુટમાં અભ્યાસ કરતા સેંકડો વિદ્યાર્થીઓ પ્રાથમિક સવલતથી આજે પણ વંચીત છે. અત્રે પીવાના શુધ્ધ પાણી, કેન્ટીન કે શૌચાલયની કોઈ ઉચીત સવલત ઉપલબ્ધ નથી. પ્રોફેસરો, સિક્યુરીટી ગાર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવે છે અને અપશબ્દો ઉચ્ચારી અપમાનિત કરાઈ રહ્યાં છે. પ્રોફેસરો, છાત્રોને ફઈલ કરવાની ખુલ્લી ધમકીઓ આપે છે. જીમ ન હોવા છતા ફી વસુલાય છે. આ તમામ બાબતો અંગે સત્વરે પગલા લેવા ઉગ્ર માંગ કરાઈ રહી છે.