ભાવનગર નગરીક સહકારી બેંકની યોજાનારી ચૂંટણીમાં આજે બેંકનાં વર્તમાન ચેરમેન એવા જીતુભાઈ ઉપાધ્યાયની વિકાસ પેનલનાં ૧૧ સભ્યોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા.
બપોરે ૧૨ કલાકે ક્રેસેન્ટ સર્કલમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી કરીને ડોન ચોક ખાતે આવેલી બેંકની હેડ ઓફિસે પગપાળા પહોચ્યા હતા જ્યાં વિકાસ પેનલનાં જીતુભાઈ ઉપાધ્યાય ઉપરાંત પ્રદિપભાઈ દેસાઈ, મહેન્દ્રભાઈ બારૈયા, પ્રવિણભાઈ પોંદા, કમલેશ મહેતા, રફીકભાઈ મહેતર, ધીરૂભાઈ કરમટીયા, પૂર્ણેન્દુ પારેખ, દર્શનાબેન જોશી, ચૈતાલીબેન પટેલ, તેમજ નિરૂબેન પડાયાએ ઉમેદવારી પત્રો ભર્યા હતા.