રશિયાની દુનિયાભરમાં ખતરનાક અને જીવલેણ બની રહેલી બ્લુ વ્હેલ ગેમએ આજે પાલનપુરના રહેવાસી એવા એક યુવકનો અમદાવાદમાં ભોગ લીધો હતો. પાલનપુરના માલણ ગામના અશોક માલુણા નામના યુવકે અમદાવાદમાં આવી સાબરમતી નદીમાં ઝંપલાવી મોત વ્હાલુ કર્યું હતું. આત્મહત્યા કરતાં પહેલા યુવકે ફેસબુક પર પોતાનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે પોતે જીંદગીથી કંટાળી ગયો હોઇ બ્લુ વ્હેલ ડાઉલોડ કરી તેના ટાસ્ક પૂરા કર્યા હતા, જેમાં છેલ્લે તેને આત્મહત્યાનું છેલ્લું સ્ટેપ અપાયું હતું અને તે આ આત્મહત્યા કરી રહ્યો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. યુવકનો મૃતદેહ સાબરમતી નદીમાંથી મળી આવતાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. આત્મહત્યા પહેલાં તેણે તા.૩૧મી ઓગસ્ટે ફેસબુક લાઇવ કર્યું અને તેમાં તેણે સ્યુસાઇડ ગેમ તરીકે જાણીતી બ્લુ વ્હેલ નામની ગેમ પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરી હોવાનું અને તેમાં તેને છેલ્લા સ્ટેપમાં આત્મહત્યાનું સ્ટેજ પાર કરવાનું હોવાથી તે આત્મહત્યા કરી રહ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને સાબરમતી નદીના કિનારેથી યુવકની બેગ મળી
આવી હતી. જેમાં રૂ.૪૩ હજાર રોકડા, તેનો મોબાઇલ સહિત અન્ય ચીજવસ્તુઓ મળી આવી હતી. જેના આધારે પોલીસે તેના નંબરો મારફતે તેના પરિવારજનોનો સંપર્ક કરતાં તેના કાકા આવ્યા હતા અને તેમને સમગ્ર હકીકતથી વાકેફ કરી મુદ્દામાલ સોંપ્યો હતો. મરનાર યુવક અશોક માલુણા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના માલણ ગામનો વાતની હતો અને તેણે ધોરણ-૧૨ સુધી અભ્યાસ કર્યો હતો. તેના પિતાનું વર્ષો પહેલા નિધન થયું હતું. યુવક તેની વિધવા માતાનો એકનો એક પુત્ર અને ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઇ હતો. તેની આત્મહત્યાને પગલે પરિવારજનો પર જાણે આભ તૂટી પડયું છે, તો સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનો માતમ પથરાઇ ગયો છે. અત્રે નોંધનીય છે કે મદ્રાસ હાઈકોર્ટે ગઇકાલે કહ્યું હતું કે, મદુરાઇ જિલ્લામાં એક વ્યક્તિનો જીવ લઇ લેનાર બ્લુવ્હેલ ચેલેન્જ જેવી ખતરનાક ઓનલાઈન્સ ગેમ્સ સામે પગલા લેવામાં આવશે. જસ્ટિસ કેકે શશીધરન અને જીઆર સ્વામીનાથનની મદુરાઈ બેંચે ખતરનાક ઓનલાઈન્સ ગેમ્સ સામે કઠોર પગલા લેવાની વાત કરી હતી. એડવોકેટ કૃષ્ણમૂર્તિ દ્વારા મદ્રાસ હાઈકોર્ટમાં તર્કદાર દલીલો કરવામાં આવી હતી. કૃષ્ણમુર્તિએ આવી ખતરનાક ગેમ ઉપર પ્રતિબંધ મુકી દેવા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયને આદેશ કરવા કોર્ટને અપીલ કરી હતી. આ કેસમાં ચોથી સપ્ટેમ્બરના દિવસે વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવશે. કોલેજના વિદ્યાર્થી વિગ્નેશે ઓનલાઈન્સ ગેમ્સ રમ્યા બાદ ૩૦મી ઓગસ્ટના દિવસે આત્મહત્યા કરી લીધી હતી. આ વિદ્યાર્થીએ પોતાના મિત્રને કહ્યું હતું કે, તે ગેમને લઇને ખુબ જ ક્રેઝી હતો. વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકોના મોત આના કારણે થઇ ચુક્યા છે. બ્લુ વ્હેલ ચેલેન્જ જેવી ઓનલાઈન ગેમના કારણે વિશ્વના દેશો હચમચી ઉઠ્યા છે. મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ભારતમાં પણ આ પ્રકારના કેસ વધી રહ્યા છે. ૩૦મી ઓગસ્ટના દિવસે કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કર્યા બાદ ચકચાર મચી ગઈ છે. આગામી દિવસોમાં બ્યુ વ્હેલ સામે કઠોર કાર્યવાહી કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. આ ગેમને લઇને અગાઉ પણ હોબાળો થઇ ચુક્યો છે. પાલનપુરના માલણ ગામના અશોક માલુણા નામના યુવકે અમદાવાદમાં આવી સાબરમતી નદીમાં ઝંપલાવી મોત વ્હાલ કરતા કેન્દ્ર સરકાર અને તમામ રાજ્યો પર ગેમ પર પ્રતિબંધ મુકવાનુ દબાણ વધી રહ્યુ છે. મરતા પહેલા યુવાને શું કહ્યું એફબી વીડિયોમાં…?
આત્મહત્યા કરતા પહેલાં યુવકે ફેસબુક પર પોસ્ટ કરેલા વીડિયોમાં જણાવ્યું કે, અપની મમ્મી ઔર સીસ્ટર સે બહોત પ્યાર કરતાં હું. લેકિન મેં અપની બોરીંગ જીંદગી સે તંગ આ ચૂકા થા ઇસલીયે યે વીડિયો બના રહા હું. ઇસકે પીછે કિસી કા કોઇ દોષ નહી હે. કિસી કા કોઇ દબાવ નહી હૈ. મેરે ઉપર મેં અપની લાઇફ સે બહોત તંગ આ ચૂકા હું. મેં અપની ફેમીલી કો કૈસે બતાઉ કે, કિતના પ્યાર કરતા હું મેં ઉનસે. લેકિન મેં અબજીના નહી ચાહતા. ઇસલીયે અબ સુસાઇડ કર રહા હું. મેં ઘર સે રૂ.૪૬ હજાર સાથ મેં લે કે મુંબઇ ગયા થા. લેકિન વહાં બહોત બારીશ હોને કારણ વાપસ અહેમદાબાદ આયા હું. યહાં સુસાઇડ કરૂંગા અભી. બેગ મેં જો પૈસે હે વો મેરી ફેમીલી કો દે દેના. મેં અપને ફ્રેન્ડ કો સાથ મેં લે કે ગયા થા. વો બેગ ઉસકે પાસ હે ઔર મોબાઇલ ભી ઉસકે પાસ હૈ. મોબાઇલ મેં મેરી ફેમીલી કે સબ કે ફોન નંબર હૈ. ઉન કો કોલ કર કે બતા દેના કે, ઉનકા ભાઇ, ઉનકા બેટા અબ ઇસ દુનિયા મેં નહી રહા. ઇસલીયે મેંને બ્લુ વ્હેલ ગેમ ડાઉનલોડ કર લિયા થા, જીસ મેં મેરા આત્મહત્યા કા લાસ્ટ સ્ટેપ હે, તો મેં સુસાઇડ કર રહા હું. અભઈ તો
ઇસ દુનિયા સે જા રહા હું. કિસી કો ભી ગલતી સે મેંને દુઃખ પહુંચાયા હો, તો માફ કર દેના. ઔર મેં અપને સુસાઇડ કે લિયે ખુદ કો જિમ્મેદાર માનતા હું. મેં પાલનપુર તહસીલ કે માલુણા ગાંવ કા રહનેવાલા હું, પ્લીઝ મુજે માફ કર દેના.