ગત દિવસોમાં કેરળ ખાતે સદીનું સૌથી મોટું પુર હોનારતને કારણે કેરળતા અનેક ગામો અને જિલ્લાઓ પ્રભાવિત થયા છે. અનેક લોકોએ પોતાના ધરબાર અને માલ મિલકત સહિત પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે. એવા સમયે સમગ્ર દેશવાસીઓ કેરળના બાંધવાનોી મદદે આવી રહ્યા છે ત્યારે આજે શહેર ભાજપા દ્વારા પર રાહત સામગ્રીની કીટ બનાવી કેરળ ખાતે રવાના કરવામાં આવી હતી.
આ અંગે શહેર ભાજપા અધ્યક્ષ સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે કેરળ ખાતે ભારે વરસાદ અને પુર હોનારતને કારણે વ્યાપક નુકશાન ઉભું થયું છે. ખાસ કરીને પુરની સ્થિતિ ઓસરતા હવે સમગ્ર કેરળમાં રાહત સામગ્રી અને જીવન જરૂરી ચીજવસ્તુઓની જરૂરિયાતો ઉભી થઈ છે. એવા સમયે વસુદેવ કુટુમ્બકમ્ની ભાવના સાથે સમગ્ર દેશ માનવીય સંવેદના સાથે કેરળતા બાંધવોની પડખે ઉભો રહ્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પણ કેરળતા પુર પીડિતોની સહાય માટે આગળ આવી છે અને ગુજરાતના તમામ શહેર અને જિલ્લામાંથી રાહત સામગ્રી અને જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટ બનાવી કેરળ પહોંચાડવાની વ્ય્વસ્થા કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશની યોજના મુજબ ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા આજે કેરળના પુર પીડિતો માટે અનાજ સામગ્રી ઘઉં, ચોખા, દાળ ચણા, સાડી, ધોતી, ચાદર, ટુવાલ સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓની રપ૦ જેટલી કીટો તૈયાર કરી ટેમ્પા દ્વારા ગુજરાત પ્રદેશ ખાતે રવાના કરવામાં આવી હતી.