પ્રતિ વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ શ્રાવેણી મહાપર્વોની ઉઝવણી શરૂ થઈ ચુકી છે. બોળચોથ બાદ નાગપંચમી રાંધણછઠ્ઠ સિતળા સાતમ જન્માષ્ટમી અને ગોકુળ નવમીના મહાપર્વ સાથે શ્રાવેણી પર્વનું સમાપન થશે આ મહાપર્વોને ઉજવવા માટે લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.
આદી અનાદી કાળથી ભારત વર્ષમાં હિન્દુ સંપ્રદાય દ્વારા વર્ષભર અનેક તહેવારો ઉત્સવોને અનેરા ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. પરંતુ શ્રાવણ માસ દરમ્યાન આવતા પર્વોની ઉજવણી રોનક કંઈક અલગ જ હોય છે. આ વર્ષે પણ વિર વિક્રમ સંવત ર૦૭૪ને શ્રાવણ વદ ચોથીના રોજ શ્રાવેણી પર્વ શ્રૃંખલાનો પ્રારંભ થયો છે. ચોથા પર્વમાં ગાયની પુજા બાદ નાગપંચમી જેમાં શેષાવતાર તથા ભગવાન શિવના કંઠનું આભુષણ એવા સપર્ની પ્રતિક પુજા કરવામાં આવે છે. તો રાંધણ છઠ્ઠના પર્વએ માં અન્ન પૂર્ણાની પુજા સાથે ૩ર ભાતના પકવાન રાંધવામાં આવે છે અને શિતળા સાતમના રોજ સિતળા માતાનું પુજન કરી છઠ્ઠના દિવસે રાંધેલ ભોજન સાતમના દિવસે લોકો આરોગે છે, શ્રાવણ વદ આઠમ જેને જન્માષ્ટમી તરીકે ઉજવાય છે. ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. શ્રીહરિનો આઠમની રાત્રે જનમ થયો હોય નોમ પર્વને નંદોત્સવ તરીકે ઉજવવાનો રીવાઝ પ્રચલીત છે.ભ ાવનગર શહેર જિલ્લામાં આ પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેવમંદિરોમાં તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આઠમ અને નોમના દિવસે મટકી ફોડ દહી હાંડીના અનેક કાર્યક્રમો સાથે ગામડાઓમાં રાસ-ગરબા સાથે પુર્ણ શ્રધ્ધા-ભાવ સાથે ઉજવણી કરવામાં આવશે. તો ભાવનગર શહેર ઉપરાંત તાલુકાઓમાં પણ શોભા યાત્રા સહિતના કાર્યક્રમ યોજાનાર છે.