મહિલાઓની સલામતી માટે સરકારનું આગવું કદમ : મંત્રી વિભાવરીબેન દવે

1920

ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે શહેરી કક્ષાનુ અભયમ્‌ મહિલા સંમેલન રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતીમાં યોજાયુ હતુ.

અભયમ્‌ મહિલા સંમેલન કાર્યક્રમ મંત્રી વિભાવરીબેન દવે અને મહાનુભાવોની હાજરીમાં દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ અવસરે સાંસદ ર્ડા. ભારતીબેન શિયાળે જણાવ્યું હતુ કે, આ આપણા પુરૂષ પ્રધાન દેશમાં જો કોઇને સુરક્ષા અને સલામતીની જરૂર હોય તો તે મારી બહેનો/મહિલાઓને છે. આપણી સરકારે આ બાબતે આપણી રાજ્ય સરકારે આગવી પહેલ કરીને અભયમ્‌ મહિલા સંમેલન કાર્યક્રમ દ્વારા મહિલાઓ પોતાની સુરક્ષા અને સલામતી કરી શકે તે જાણી શકે છે.

મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યુ હતું કે, અભયમ્‌ મહિલા સેવા ૧૦૮ સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાતે શરૂઆત કરી છે. પૂર્વ મહિલા મુખ્યમંત્રી આંનદી પટેલના સમયગાળામાં મહિલા ઝેન્ડર બજેટ મંજુર કરવામાં આવ્યુ હતુ અને હાલમાં રાજ્ય સરકારે મહિલાઓના વિકાસ માટે મહિલા લક્ષી ઝેન્ડર બજેટ રૂ. ૬૧ હજાર કરોડનુ મંજુર કરવામાં આવ્યું છે. જો મહિલાઓને મોકો/તક્ક આપવામાં આવે તો તે પોતાની કાબેલીયત બતાવી શકે છે. વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ દ્વારા અનેક ગોલ્ડ મેડલો મળવેલ છે.

ગુજરાતની મહિલાઓની સલામતી/સુરક્ષ માટે રાજ્ય સરકારે આગવુ કદમ ઉઠાવ્યુ છે રાજ્યની મહિલાઓની સુરક્ષા માટે અભયમ્‌ હેલ્પ લાઇનની સાથે અભયમ્‌ એપ્સ દ્વારા માત્ર એક કલીક થી મહિલઓને કોઇ પણ સમય/કોઇ પણ સ્થળે મુશ્કેલીના સમયમાં તુરંત જ મદદ મળી રહે તે માટેનુ આગવા પ્રકારનું કાર્ય હાથ ધરાયુ છે. તેમણે અભયમ્‌ દ્વારા સાચા અર્થમાં ગુજરાતની મહિલાઓની સુરક્ષાની સાથે તેમને સલામતી બક્ષવાનુ કાર્ય કરવામાં આવી રહ્યુ છે તેમ પણ જણાવ્યું હતુ. તેમણે કહ્યુ હતું કે ભાવનગર જિલ્લામાં પણ અભયમ્‌ ની ટીમ કાર્યરત છે જેના દ્વારા મહિલાઓના રક્ષણની સાથે તેમના કાઉન્સીલીંગ કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે.

Previous articleશ્રાવણી પર્વ સુત્રનો આજથી પ્રારંભ
Next articleહાર્દિક સાથે સમાધાન નહીં થાય : સરકારનો નિર્ણય