રાજ્યના ૧૯ તાલુકાઓમાં વરસાદ, મેઘરજમાં ૩ ઈંચ

1546

રાજ્યમાં વરસાદના ૨૪ કલાક દરમિયાન મેધરજ તાલુકામાં ૭૪ મી.મી એટલેકે ત્રણ ઈચ જેટલો, પ્રાંતિજમાં ૬૪મી.મી , શેહરામાં ૬૧ મી.મી. સિધ્ધપુરમાં ૫૩ મી.મી અને સંતરામપુરમાં ૫૩ મી.મી મળી કુલ ચાર તાલુકાઓમાં બે ઈચ તથા બેચરાજી, શિંગવડ, તલોદ, રાધનપુર, હાંસોટ, વડનગર, ઝાલોદ, મહેમદાવાદ, બાયડ, લાખણી, બાલાશિનોર, ધનસુરા, મોરવાહડફ અને જોટાણા મળી કુલ ૧૪ તાલુકાઓમાં એક ઈચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ સાથે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૭૧.૫૮ ટકા જેટલો નોધાયો છે.

રાજ્યમાં સક્રીય થયેલાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશનથી અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

બુધવારે અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાંક વિસ્તારમાં ઝાપટા પડ્યાં હતા. ૨૪ કલાક દરમિયાન રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી લઇ મધ્યમ વરસાદ પડી શકે છે. બુધવારે શહેરમાં વહેલી સવારથી સર્જાયેલા વાદળિયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૩.૧ ડિગ્રી ગગડીને ૨૯.૨ ડિગ્રી નોંધાતા શહેરમાં ઠંડકનું પ્રમાણ વધ્યું હતું. આગામી બેથી ચાર દિવસો દરમિયાન અમદાવાદમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજયનાં કુલ ૨૦૩જળાશયોમા હાલ ૨૮૫૪૬૩ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૫૧.૨૯ ટકા જેટલો થાય છે.સરદાર સરોવર ડેમ માં ૧૮૨૮૨૮ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના ૫૪.૭૩ ટકા જેટલો થાય છે.

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમા ૩૩.૫૬ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમા ૮૨.૧૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમા ૫૦.૨૯ ટકા, કચ્છના ૨૦ જળાશયોમા ૧૨.૭૭ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમા ૪૪.૫૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જયારે સરદાર સરોવરમાં ૪૫૬૨૭ કયુસેક, વણાકબોરીમા ૨૫૫૦ કયુસેક, દમણગંગા મા ૬૮૫૧ કયુસેક, કડાણા મા ૧૪૯૪૦ કયુસેક, કરજણમાં ૩૮૦૪ કયુસેક, ધરોઇમાં ૨૨૨૨ કયુસેક અને પાનમ જળાશયમાં ૨૦૮૫ કયુસેક પાણીની આવક છે. અને વણાકબોરીમા થી ૩૦૦ કયુસેક, દમણગંગામા થી ૫૦૮૪ કયુસેક અને કરજણ જળાશયમા થી ૬૩૯૪ કયુસેક પાણીની જાવક છે. ગુરુવાર સવારની સ્થિતિએ સમગ્ર રાજયમાં સિઝનનો સરેરાશ ૭૧.૫૮ ટકા વરસાદ નોંધાયો છે.

Previous articleઅમે બે દિલોને જોડવા મજબૂત બ્રિજ બાંધ્યો છે : કેન્દ્રીય પ્રધાન
Next article૧લી સપ્ટે.થી વાહનનો વીમો ત્રણ કે પાંચ વર્ષનો લેવો પડશે