૧લી સપ્ટે.થી વાહનનો વીમો ત્રણ કે પાંચ વર્ષનો લેવો પડશે

1047

૧લી સપ્ટેમ્બરથી નવા વાહન ખરીદનારાઓએ ત્રણ કે પાંચ વર્ષ માટે ઈન્શ્યોરન્સ કવર પહેલેથી ખરીદવું પડશે. નવી કાર ખરીદનારે ઓછામાં ઓછા ત્રણ વર્ષ અને ટૂ-વ્હીલર માટે ઓછામાં ઓછાં પાંચ વર્ષનો વીમો પહેલેથી ઉતરાવવો પડશે. લાંબા ગાળાની વીમાની ચૂકવણીના કારણે શરૂઆતમાં નવાં વાહનો પર ખર્ચ વધી જશે પરંતુ ગ્રાહકોને દર વર્ષે વીમો રિન્યુઅલ કરવાની કડાકૂટમાંથી મુક્તિ મળશે.

હાલમાં દર વર્ષે પ્રિમિયમ ચૂકવવાની પધ્ધતિ છે જે બંધ થવાથી રૂા.૧,૫૦૦ સીસીથી વધુ ક્ષમતાની નવી કાર માટે વીમા પ્રિમિયમ ઓછામાં ઓછા રૂા.૨૪,૩૦૫નું હશે જે હાલમાં ૭,૮૯૦નું છે. ૩૫૦ સીસીથી વધારે ક્ષમતાના બાઈક માટે ગ્રાહકે ઓછામાં ઓછા રૂા.૧૩,૦૨૪ વીમા પેટે ભરવા પડશે જે હાલમાં રૂા.૨,૩૨૩ છે.

જૂદા જૂદા મોડલ માટે વીમાનું પ્રિમિયમ અલગ અલગ હશે.

સુપ્રીમ કોર્ટે ૨૦ જુલાઈએ આપેલા આદેશ પ્રમાણે કાર માટે થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ કવર ત્રણ વર્ષ માટે અને ટૂ-વ્હીલર્સ માટે ઓછામાં ઓછાં પાંચ વર્ષ માટે હશે. આ ઓર્ડર પહેલી સપ્ટેમ્બરથી લાગુ થાય છે. સુપ્રીમ કોર્ટે વીમા કંપનીઓને લોંગ ટર્મ, થર્ડ પાર્ટી કવર ઓફર કરવા સૂચના આપી છે. હાલમાં રોડ પર દોડતાં તમામ વાહનો માટે વીમો ઉતરાવવો ફરજિયાત હોવા છતાં તેનું પ્રમાણ ઓછું છે. વાહન જૂનું થાય અને ઘસારામાં વધારોથાય ત્યારે ઘણા વાહનમાલિકો વાર્ષિક રિન્યુઅલનાં નાણાં ભરતા નથી અથવા રિસ્કને કવર કરે તેવી પોલિસી ખરીદે છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્શ્યોરન્સના હેડ ઓફ અંડરરાઈટિંગ સંજય દત્તાએ જણાવ્યું કે, આ પહેલથી એકંદરે વીમા સેકટરમાં પ્રસાર વધશે અને વધુ વાહનોને તેના હેઠળ કવર કરવામાં આવે તેવી શકયતા છે. વીમા હેઠળના અને વીમા વગરના વાહનનો પ્રહ્મ જ નહી રહે. થર્ડ પાર્ટી વ્હિકલ્સ માટે વીમા છત્રનું પ્રમાણ મોટું અને વધું સારું હશે.

Previous articleરાજ્યના ૧૯ તાલુકાઓમાં વરસાદ, મેઘરજમાં ૩ ઈંચ
Next articleનીરવ મોદીએ એક જ હીરામાં વિશ્વભરમાંથી ૨૧.૩૮ કરોડ ડોલરની લીધી લોન