અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે ટ્રમ્પે અમેરિકાના ધાર્મિક નેતાઓને લાલ આંખ દેખાડી જણાવ્યું છે કે જો તેમની પાર્ટી મધ્ય સત્ર ચૂંટણીમાં હારશે તો ડેમોક્રેટ પાર્ટી તાત્કાલિક બધુ જ બળપૂર્વક બદલી નાખશે. તેમણે વધુમાં જણાવ્યું કે જો ડેમોક્રેટ પાર્ટી ચૂટણીમાં જીતશે તો દેશમાં હિંસા ભડકી ઉઠશે. વ્હાઇટ હાઉસમાં સોમવારે થયેલી બેઠકમાં નેતાઓને જણાવ્યું કે, તેમનું રૂઢીવાદી ભાવિ નવેમ્બરમાં થનારી ચૂંટણી પર નિર્ભર છે.
ન્યૂ યોર્ક ટાઇમ્સને એ બેઠકનો ઓડિયો પ્રાપ્ત થયો છે જેમાં ટ્રમ્પે જણાવ્યું છે કે ડેમોક્રેટ પાર્ટી અમારા દ્વારા કરવામાં આવેલી બધી જ વસ્તુઓને રાતોરાત બધુ જ બદલી નાખશે. તેમણે જણાવ્યું કે તેઓ બધુ જ સમાપ્ત કરી દેશે. ઉગ્રવાદી વામપંથી સમૂહોનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે જણાવ્યું કે, તમે અંટિફા અને એના જેવા અન્ય સમૂહોને તમે જાણો જ છો તેઓ હિંસક લોકો છે.
મીડિયાના રિપોર્ટ મુજબ વ્હાઇટ હાઉસના પ્રવક્તા હોગન ગિડલીએ આ વાત ઉપર કોઇ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો છે. આ પ્રથમ વાર નથી કે જ્યારે ટ્રમ્પે આ પ્રકારની વિવાદિત ધમકી ઉચ્ચારી હોય.