રાજ્યમાં કોંગ્રેસ છોડ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ જન વિકલ્પ મોરચાની જાહેરાત કરી હતી અને પક્ષનું પ્રજાકીય બંધારણ ઘડી કાઢેલ ત્યારબાદ “જન વિકલ્પ પાર્ટી” દ્વારા ઉમેદવારો નક્કી કરવા લોકોના અભિપ્રાય અનુસાર મક્કમતાથી સારા-સ્વચ્છ ઉમેદવારો ની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે દરમ્યાન આજે પાર્ટી દ્વારા રાજ્યભરના જીલ્લાઓ અને શહેરોના પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે. “જન વિકલ્પ પાર્ટી” ગુજરાતની તમામ વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડવાની છે. ત્યારે જીલ્લા-તાલુકા-શહેર કક્ષાએ મજબૂત સંગઠન જરૂરી છે અને લોકોના અબીપ્રાય અનુસાર રાજ્યભરમાં સંગઠનોની રચના કરી દીધી છે. હવે તબક્કાવાર લોકોના અભિપ્રાયથી ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે.