ITR ફાઇલ કરવાનો છેલ્લો દિવસ ?

1113

સૌથી પહેલા તમને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે કંઈ તારીખ લાગુ પડે છે તેની ચર્ચા કરીએ. જનરલ કેટેગરી માટે એટલે કે જેમાં નોકરિયાત વર્ગનો પણ સમાવેશ થાય છે, ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31મી ઓગસ્ટ છે. જો તમે બિઝનેસમેન છો અથવા તમારું ખાતું ઓડિટ થવાનું છે તો તમને રિટર્ન ફાઇલ કરવા માટે 30મી સપ્ટેમ્બર સુધીનો સમય મળશે. જો તમે કોઈ સાથે પાર્ટનરશીપમાં પેઢી ચલાવી રહ્યા છો અને પેઢીના હિસાબોનું ઓડિટ કરવાનું બાકી છે તો આ કેસમાં પણ 30મી સપ્ટેમ્બર સુધી રિટર્ન ફાઈલ કરી શકાશે. જે બિઝનેસમેનને ટ્રાન્સફર પ્રાઇઝિંગની જોગવાઈ લાગૂ પડે છે તેઓ 30મી નવેમ્બર સુધી રિટર્ન ફાઇલ કરી શકે છે.

જો કોઈ કારણસર તમે 31મી ઓગસ્ટ સુધી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું ચુકી ગયા છો તો તમે 31મી માર્ચ, 2019 સુધી તેને ફાઇલ કરી શકો છો. આ સમયમર્યાદા બાદ તમે રિટર્ન ફાઇલ નહીં કરી શકો. જો તમે નિર્ધારિત તારીખ સુધીમાં રિટર્ન ફાઇલ કરવાનું ચુકી જાવ છો અને આ વર્ષ દરમિયાન તમને કોઈ બિઝનેસ લોસ કે કેપિટલ ગેઇન લોસ થાય છે તો તમે આ લોસને આગળના વર્ષમાં નહીં બતાવી શકો. જો તમે ઇન્કમટેક્સ રિફંડ મેળવવા માટે લાયક છો અને તમે રિટર્ન ફાઇલ નથી કરતા તો તમારે રિફંડની રકમ પર વ્યાજનું નુકસાન ભોગવવું પડશે.

લેટ રિટર્ન ફાઇલ કરવાના કેસમાં તમારી ટીડીએસ થયેલી રકમ અથવા તમે ટેક્સ પેટે એડવાન્સ ચુકવેલી રકમ જો તમારી કુલ ટેક્સ જવાબદારી કરતા ઓછી હશે તો બાકીને રકમ પર તમારે ટેક્સ પેનલ્ટી ઇન્ટરેસ્ટ પણ ભરવું પડશે. જો તમે 31મી ઓગસ્ટની તારીખ ચુકી જાવ છો તો તમારે લેટ ફી અથવા મોડેથી રિટર્ન ફાઇલ કરવાની ફી પણ ચુકવવી પડે છે. તમારે કેટલી લેટ ફી ચુકવવી પડશે તેનો સંબંધ તમારી કુલ આવક તમે કેટલું રિટર્ન ફાઇલ કરો છો તેના પર છે.

જો તમે ઓગસ્ટ 31મી ઓગસ્ટ પછી અને 31મી ડિસેમ્બર પહેલા રિટર્ન ફાઇલ કરો છો તો તમારે રૂ. 5000 ફરજિયાત લેટ ફી ભરવી પડશે. જો તમે 31મી ડિસેમ્બરની તારીખ પણ ચુકી જાવ છો તો તમારે બે ગણી લેટ ફી એટલે કે રૂ. 10,000 ચુકવવા પડશે. જોકે, પાંચ લાખ સુધીની આવક ધરાવતા લોકો માટે લેટ ફીમાં રાહત આપવામાં આવે છે. તેમણે લેટ ફી તરીકે રૂ. 1000 જ ચુકવવા પડશે.

જો 31મી માર્ચની તારીખ પણ ચુકી જઈએ તો તો શું થાય?

જો તમે કોઈ કારણસર 31મી માર્ચની પણ ડેડલાઇન ચુકી જાવ અને જો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આ વાત ધ્યાનમાં આવે તો તે તમારા પર વર્ષની કુલ આવક પર 50 ટકા પેનલ્ટી લાગી શકે છે. આ ઉપરાંત રૂ. 3000થી વધારેની ટેક્સની જવાબદારી બનતી હોય તો ડિપાર્ટમેન્ટ તમારી સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે. આ કેસમાં બેથી સાત વર્ષની સજાની પણ જોગવાઈ છે. આ બધી કડાકૂટ કરવા કરતા તમે સમયસર ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરો એ જ ઉચિત છે.

Previous articleવ્યવસ્થા-સ્થાનિક ચૂંટણીઓના કારણે SCમાં કલમ 35એની સુનાવણી ટળી
Next articleહેપ્ટાથ્લોનમાં સ્વપ્નાએ જીત્યો ગોલ્ડ