રાહુલ ગાંધીનું કૈલાસ માનસરોવર જવું ભાજપને પચતુ નથી : ગેહલોત

860

કોંગ્રેસ દ્વારા ભાજપ પર પલટવાર કરતા કહેવામાં આવ્યું છે કે ભોલે શંકરના ભક્ત રાહુલ ગાંધીની ધાર્મિક યાત્રામાં ભાજપ દ્વારા અડચણ પેદા કરવાની કોશિશ થઈ રહી છે. આમ કરવું પાપ છે અને આવું કરનારાઓને શ્રાપ મળે છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ચીન થઈને માનસરોવર જવાના અહેવાલો પર કહ્યું છે કે સુરક્ષા કારણોસર માર્ગની જાણકારી આપી શકાય નહીં.

સૂરજેવાલાએ કહ્યું છે કે કોઈ તીર્થયાત્રા પર જાય છે. તો તેની સફળતા માટે બધાં દુઆ કરતા હોય છે. પરંતુ લોકો સત્તાના નાના ઉદેશ્યો માટે નાના ષડયંત્રો કરી રહ્યા છે. પરંતુ રાહુલ ગાંધી અને શંકર ભગવાન વચ્ચે કોઈ આવી શકે તેમ નથી. રાષ્ટ્રનિર્માણની રાહુલ ગાંધીની મનોકામના જરૂરથી પૂર્ણ થશે. કોંગ્રેસના સંગઠન મહામંત્રી અશોક ગહેલોતે પણ કહ્યું છે કે રાહુલ ગાંધીનું કૈલાસ માનસરોવર જવું ભાજપને પચતું નથી.

Previous articleઆજથી રેલ્વેમાં મફ્ત મુસાફરી વિમાની સુવિધા બંધ થશે
Next articleરાફેલ ડીલ વિવાદ : ૐછન્ની જગ્યાએ અંબાણીની કંપનીને કેવી રીતે મળી ડીલ ? : ફ્રાંસના મીડિયાએ પણ ઉઠાવ્યા સવાલ