ફિલ્મ્સની પસંદગી પર ગર્લફ્રેન્ડનો પ્રભાવ હોવાનું વરુણે સ્વીકાર્યું

991

વરુણ ધવને આખરે તેની બાળપણની સ્વીટહાર્ટ નતાશા દલાલ અને પોતાની લાઇફ પર તેની અસર વિશે વાત કરી હતી. અત્યાર સુધી આ એક્ટર અનેક વખત તેની ગર્લફ્રેન્ડની સાથે જોવા મળ્યો છે, પરંતુ તે આ સંબંધ વિશે મૌન જ રહ્યો હતો. જોકે, હવે એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, ‘મારો પહેલો પ્રેમ ફિલ્મ્સ છે અને મારી લાઇફમાં રહેલી દરેક વ્યક્તિ એ વાત જાણે છે. એ પછી નતાશા, મારો પરિવાર અને મારા ફ્રેન્ડ્‌સ આવે છે. આ એક્ટરે વધુ જણાવ્યું હતું કે, તેની ફિલ્મ્સની પસંદગીમાં નતાશાનો કેવો પ્રભાવ છે. તેણે કહ્યું હતું કે, ‘વાસ્તવમાં મેં તેના કારણે જ ‘બદલાપુર’ કે ‘ઓક્ટોબર’ જેવી ફિલ્મ કરવાનો નિર્ણય કર્યો હતો. તેના તેમજ અમારા કેટલાક ફ્રેન્ડ્‌સના કારણે જ મેં સહેજ અલગ ફિલ્મ્સ કરી છે. તેમને એ પ્રકારનું સિનેમા પસંદ છે.

Previous articleનિર્માતા સંદીપ સિંહ અને તમિલ નિર્દેશક એલન એ ઇન મલ્ટી-ફિલ્મ ડીલ માટે આપ્યો સહયોગ!
Next articleસની લિયોન બની ફેસબુક પર મોસ્ટ ઇગેજિંગ સેલિબ્રેટી!