સામાન્ય જનતા માટે સેવાસેતું કાર્યક્રમ જનયજ્ઞ છે. ગાંધીનગર જિલ્લામાં ત્રણ તબક્કાના સેવાસેતું કાર્યક્રમ સફળતા પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લાના પોણા ત્રણ લાખ જેટલા નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ આપવામાં આવ્યો છે.
ચોથા તબક્કાના આ કાર્યક્રમનો આરંભ તા. ૨૪મી ઓગષ્ટથી જિલ્લામાં થયો હતો. ચોથા તબક્કાના સેવાસેતું કાર્યક્રમ છ ગામો વચ્ચે યોજવામાં આવી રહ્યો છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ખરણા ગામ અને દહેગામ તાલુકાના વડવાસા ગામ ખાતે તા. ૩૧મી ઓગષ્ટના રોજ સેવાસેતું કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખરણા ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કુલ- ૮૪૧૫ અને વડવાસા ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ૩૧૫૨ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.
આમ સેવાસેતું કાર્યક્રમ દ્વારા જિલ્લા પ્રશાસનની પ્રજાજનોને પારદર્શિતાની પ્રતીતિ થઇ છે. ખરણા ગામ ખાતે યોજાયેલ સેવાસેતું કાર્યક્રમના દિવસે સવારના ઝરમરીયો વરસાદ ચાલું થયો હતો. તેમ છતાં સામાન્ય જનતા જનયજ્ઞ રૂપ સેવાસેતું કાર્યક્રમમાં ઉત્સાહ પૂર્વક સમય થતાં જ આવવા લાગી હતી. ત્રણ તબક્કાના સેવાસેતું કાર્યક્રમને સફળતા પુર્વક પૂર્ણ કરનાર માણસા તાલુકાના સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ ખરડા ગામની શાળામાં સુચારું આયોજન કરવામાં આવ્યું હતું.
સેવાસેતુંમાં આવતા તમામ નાગરિકને સાચું માર્ગદર્શન મળી રહે અને કયાં રૂમમાં સરકારની કઇ કઇ સેવાનો લાભ મળે છે, તેના માટે પણ વિવિધ કચેરીના કર્મયોગીઓ સહિત ગામના અગ્રણીઓ ખડેપગે હતા.
આ સમય દરમ્યાન ખરડા ગામના રહેવાસી અને ૭૦ વર્ષીય કરશનભાઇ પ્રભુદાસ પંચાલ શાળા સંકુલમાં આવ્યા હતા. તેમની સાથે તેમના ઘર્મપત્ની ભગવતીબેન પણ આવ્યા હતા. ખેતી કામ કરીને સમગ્ર જીવન ગામમાં રહેનાર કરશનભાઇ કર્મયોગીના સહયોગથી પોતાની વિગતો ફોર્મમાં ભરી હતી. થોડીક જ વાર થતાં તેમના હાથમાં મા વાત્સલ્ય કાર્ડ આવી જતાં ચહેરા પરના નૂર બદલાઇ ગયા હતા.