દામનગરના ઠાંસા ગામે શ્રીમદ ભાગવત કથાના વકતા દિપકભાઈ મહેતાના વ્યાસસને પ્રારંભ થયેલ જેમાં કથા શ્રવણમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. સામાજિક સદભાવના રાષ્ટ્રભકિત માટે યુવાનોને માર્મિક ટકોર કરતા ભગવતાચાર્ય વ્યસન ફેશન અને કુટુંબ પરિવાર અંગે ગહન ટકોર સાર્વજનિક સેવા અંગે કાર્ય કરતાઓ જાહેર જીવનના અજવાળા સમા અગ્રણીઓની સેવા સુવાસની સરાહના ભાગવત કથામાં બેઠેલા શ્રોતા કથા બેઠા છે પણ વકતા તરીકે કથા શ્રોતાના હૃદયમાં બેસે તે કથાની સફળતા કહેવાય પરોપકાર જીવદયા સુસંસ્કાર અને સુંદર ઉદાહરણો સાથે કથામાં અનેકો સંતો રાજસ્વી અગ્રણીઓ મહાનુભાવોની વિશેષ હાજર રહ્યા હતાં. ઈસમલિયા પરિવારના યજમાન પદે ભવ્ય ભાગવત કથામાં માનવ મેદની કથામાં આવતા દરેક પ્રસંગોની અતિ ભવ્ય ઉજવણી થઈ રહી છે.