બોટાદ એલ.સી.બી.ના પો.ઇન્સ. એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના હે.કો. ભગવાનભાઇ, હે.કો. રાકેશભાઇ, હે.કો. બળભદ્રસિંહ, હે.કો. પ્રવીણસિંહ, હે.કો. મયુરસિંહ, પો.કો. ક્રિપાલસિંહ, પો.કો. અશોકભાઇ, ડ્રા.પો.કો. કનકસિંહ વિગેરે સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હે.કો. રાકેશભાઇ ને બાતમી મળેલ કે આણંદ જીલ્લાના બોરસદ પોલીસ સ્ટેશનના પ્રાણી પ્રત્યે ઘાતકીપણુ કલમ ૧૧.ડી વિ. ના કામનો ભાગતો ફરતો આરોપી રફીકભાઇ રસુલભાઇ પરમાર જાતે-ઘાંચી રહે.પડવદર તા.ગઢડા જી.બોટાદ વાળો ગઢડા તાલુકાના પાટણા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભેલ છે જે માહિતી આધારે બાતમી વાળી જગ્યાએ આવતા ઉપરોકત આરોપી મળી આવતા તેને સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી ઢસા પોલીસ સ્ટેશન ખાતે સોંપી ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે.