ઢસા ખાતે પાસ કમિટિ દ્વારા ઉપવાસ આંદોલનનો પ્રારંભ

1760

હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં બોટાદના ઢસા ગામે પટેલ સમાજની વાડી ખાતે પાસ દ્વારા પ્રતિક ઉપવાસ નું કરાયું આયોજન . પાસ ના કાર્યકરો દ્વારા રામધુન બોલાવી પ્રતિક ઉપવાસ કર્યા શરુ . ઢસા પોલીસ દ્વારા ચાપતો બદોબસ્ત ગોઠવી દેવાયો. પાટીદાર ને અનામત મળે ,ખેડૂતો ના દેવા માફ થાય તે પ્રશ્નો ને લઈ પાસ નેતા હાર્દિક પટેલ દ્વારા છેલા ૭ દિવસ થી આમરણ ઉપવાસ શરુ કરવામાં આવ્યા છે .ત્યારે તેના સમર્થનમાં બોટાદ જિલાના ગઢડા તાલુકાના ઢસા ગામે આવેલ પટેલ સમાજ ની વાડીમાં પાસ ના કાર્યકરો દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ યોજવામાં આવ્યા હતા . જેમાં ઢસા પાસના કાર્યકરો અને આગેવાનો દ્વારા કરતાલ અને તબલા સાથે રામધુન બોલાવી હતી .અને જ્યાં સુધી પાટીદારો ને ન્યાય નહી મળે ત્યાં સુધી આ આદોલન શરુ રહેશે તેમ જણાવેલ જોકે બોટાદ જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ૧૪૪ કલમ લગાડી દેવામાં આવી હોવાથી રોડ ઉપર કે અન્ય કોઈ જગ્યા પર ઉપવાસ કરવામાં આવ્યા ન હતા અને પટેલ સમાજની વાડી માં ઉપવાસ કરવામાં  આવ્યા હતા  તેમજ કોઈ  ઘટના ન બને તેને લઈ પોલીસ દ્વારા ચાપતો બદોબસ્ત ગોઠવી દેવાયો.

Previous articleખડોળ ગામના પાટીયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત
Next articleલુણસાપુર ખાતે નાગપંચમી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ