આખલોલ મહાદેવ ખાતે શ્રાવણમાસની ઉજવણી

1020

ભાવનગર શહેર અને વરતેજના ગામના સીમાડે આવેલ (પંચનાથ મહાદેવ) આખલોલ- મહાદેવના મંદિર આખલોલ – મહાદેવ નદીના કિનારે આવેલ છે. લોક માન્યતા અનુસાર આ મંદિર સ્થાપના પાડુના વનવાસ દરમ્યાન કરવામાં આવેલ કાળક્રમે વારંવાર સુધારા વધારા સાથે ઉભુ કરવામાં આવેલ ભાવનગર – દરબારના શાસન દરમ્યાન નવ નિર્માણ કરવામાં આવેલ. તેમજ આ મંદિરની દિવાલમાં અજાણી ભાષામાં શીલાલેખ કોતરવામાં આવેલ છે. દર વર્ષે ભાદરવી – અમાસ તેમજ ઋષી પાંચમનો ભવ્ય લોકમેળો ભરાય છે. તેમજ શહેરી-તેમજ ગ્રામ્ય વિસ્તારની જનતા મોટી સંખ્યામાં ઉમ્ટી પડે છે. દરરોજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શને ઉમટી પડે છે.

Previous articleઘોઘા તાલુકાનો સર્વાંગી વિકાસ કરાશે-તાલુકા વિકાસ અધિકારી
Next articleધંધુકાના ગલસાણા ગામે ‘પાસ’ દ્વારા ઉપવાસ આંદોલન કાર્યક્રમ યોજાયો