બરવાળા મુકામે બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે નંદ મહોત્સવ અને મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિલેશભાઈ કણજરીયા (બીઆરસીકોઓ) જગતભાઈ મારૂ (આઈઈડીઓ આઈસી) તેમજ આઈઈડી વિભાગના સ્ટાફ ઉપસ્થિત રહી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બીઆરસીકોઓના પુત્ર પુર્વ કણજરીયા બાળ ગોપાલ બનાવવામાં આવ્યો હતો.
બોટાદ જિલ્લાના બરવાળા ખાતે બીઆરસી ભવન ખાતે તા. ૩૧-૮-ર૦૧૮ના રોજ દિવ્યાંગ બાળકો દ્વારા નંદ મહોત્સવની ઉઝવણી કરવામાં આવી હતી. દિવ્યાંગ બાળકોએ મટકીફોડ, નૃત્ય, રાસગરબા સહિત કેક કાપી કૃષ્ણ જન્મની ઉજવણી કરી હતી. વિવિધ પ્રકારના તહેવારોની ઉજવણીમાં દિવ્યાંગ બાળકોને સામેલ કરવાથી તેમના આત્મવિશ્વાસ નવુ જાણવાની પ્રવૃત્તિ, સામાજિક પુનઃસ્થાપના અને દિવ્યાંગો લઘુતાગ્રંથી મુકત થયા તેમજ શાળા- ઘર કક્ષાએ ઉજવાતા તહેવારોના ભાગીદાર થવા ઉત્સાહી થાય તેવા હેતુથી દિવ્યાંગ બાળકોનો મટકીફોડ, રાસ-ગરબા, નૃત્ય જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જેમા બાળકો રાસ-નૃત્ય અને સંગીતના તાળે ઝુમી ઉઠ્યા હતાં. આ કાર્યક્રમમાં વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.