ઘોઘા તાલુકાનો સર્વાંગી વિકાસ કરાશે-તાલુકા વિકાસ અધિકારી

1005

ઘોઘા તાલુકા પંચાયત ખાતે ઘોઘા ગામને સ્વચ્છ બનાવવા માટેની એક મીટીંગનું આયોજન ટી.ડી.ઓ વિજય એમ સોનગરાના અધ્યક્ષ સ્થાન પર યોજાઈ હતી.

આ મિટીંગમાં ઘોઘામાં જ્યાં ત્યાં થયેલ ગંદકી,રસ્તા પરના કચરા તેમજ ઘોઘાના તમામ દુકાનદારો પોતાની દુકાને એક કચરાપેટી રાખે જેથી કરીને ગ્રાહકો કચરો રસ્તા પર ના ફેંકે એ માટે ની વ્યવસ્થા,ગામ લોકો ઘર ની બહાર ગંદુ પાણી તેમજ અન્ય કચરો ના ફેંકે અને ડોર-ટુ-ડોર કચરો લેવા આવતા વાહનમાં જ કચરો નાખે જેવા અનેક મુદ્દા ઓ વિષે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.ે

આ મીટીંગ માં ઘોઘા ના સરપંચ અંસારભાઈ રાઠોડ,તલાટી મંત્રી જયેશભાઈ ડાભી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સોહીલ ભાઈ મકવા, હરેશભાઇ ગાંધી તેમજ ઘોઘા ગામ ના આગેવાનો હાજર રહ્યા હતા.

ઘોઘા ગામ ને સૌ પ્રથમ વાર આવા યુવા અને ઉત્સાહી તાલુકા વિકાસ અધિકારી મળ્યા છે અને ઘોઘા ગામનો વિકાસ જરૂર કરશે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

Previous articleબરવાળા ખાતે દિવ્યાંગ બાળકો દ્વારા નંદ મહોત્સવની ઉજવણી
Next articleઆખલોલ મહાદેવ ખાતે શ્રાવણમાસની ઉજવણી