શહેરના ઘોઘાજકાત નાકા શહેર ફરતી સડક ખાતે રહેતા શખ્સને દેશી તમંચો અને ચાર જીવતા કાર્ટીશ સાથે એસઓજી ટીમે સંત કરવરામ ચોક પાસેથી ઝડપી લીધો હતો. એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલને મળેલ હકિકત આધારે આજરોજ વિકીભાઇ લક્ષ્મણભાઇ મકવાણા ઉ.વ.૨૮ રહેવાસી ઘોઘાજકાતનાકા શહેરર ફરતી સડક ડો. ચાવડાના દવાખાના સામે સંતકંવરરામ ચોકમાંથી એક ગેરકાયદેસરના દેશી બનાવટના તમંચા તથા જીવતા કાર્ટીશ નંગ-૪ સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયાએ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે અને આ કામની આગળની તપાસ એસ.ઓ.જી. ના હેડ કોન્સ. જગદીશભાઇ મારૂ ચલાવી રહ્યા છે.