શ્રાવણ વદ પાંચમ નો દીવસ નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે રાણપુરમાં અણિયાળી રોડ ઉપર આવેલ ચરમાળીયાદાદાના મંદીરે આજે પરંપરાગત મેળો ભરાયો હતો આ મંદીરે વર્ષો મેળો ભરાય છે અને આખુ ગામ નાગદેવતાના દર્શન કરવા ઉમટી પડે છે ભારતીય સંસ્કૃતિ માં નાગપાંચમી ના દીવસે નાગદેવતાનુ પુજન,તલવટ,દુધ અને શ્રીફળ ગામના લોકો લઈને મંદીરે જાય છે અને તે પ્રસાદી સ્વરૂપે ત્યા વહેંચવામાં આવે છે રાણપુર ચરમાળીયાદાદાના મંદીરના પુજારી વશરામભાઈ રામજીભાઈ રાવળદેવ તેમના પિતાજી પછી તેઓ પણ હાલ ત્યાની સેવા કરે છે તેમણે જણાવ્યુ હતુ કે આખુ ગામ ખુબજ શ્રધ્ધા ધરાવે છે અને નાગદેવતાનુ પુજન કરી ધન્યતા અનુભવે છે.