સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મહુવા બ્લોક દ્વારા શાળા નં.૧૩ ખાતેના બ્લોક રિસોર્સ રૂમ ખાતે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની લાગણીઓને વાચા આપવા માટે જન્માષ્ટમી પર્વ નિમિતે વ્હાલા દિવ્યાંગ બાળકોના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં મહુવા શહેર સહિત તાલુકાના વિવિધ ગામોના વ્હાલા ૬૮ દિવ્યાંગ બાળકોએ તેમના વાલીઓ સાથે ઉપસ્થિત રહી વિવિધ કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરેલ. આ તકે સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલ બાળકોનું સન્માન કરવામાં આવેલ. ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન-કળસારના અશોકભાઈ પટેલે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડેલ. બી.આર.સી.કો.ઓર્ડિનેટર મુકેશભાઈ ભટ્ટ, પૂર્વ બી.આર.સી.કો.ઓ. જબરાભાઈ ભમ્મર, સી.આર.સી.કો.ઓ. કમલેશભાઈ જોષી, શાળા નં.૧૩ના આચાર્ય મનિષાબેન પરમાર તથા શાળા નં.૧૭ના આચાર્ય મંછાબેન સાપરાએ વિશેષ ઉપસ્થિત રહી વ્હાલા દિવ્યાંગ બાળકોના કાર્યક્રમને બિરદાવેલ. કાર્યક્રમને સફળ બનાવવા આઈ.ઈ.ડી. વિભાગના હર્ષદભાઈ, શૈલેષભાઈ, જીજ્ઞેશસિંહ, સુરેશભાઈ, જનકભાઈ, અરવિંદભાઈ, યોગિનીબેન વગેરેએ સખત જહેમત ઉઠાવેલ.