શંકાસ્પદ ૧૧ મોબાઈલ સાથે મહિલાને ઝડપી

2114

શહેરના રૂવાપરી રોડ પર રહેતી મહિલાને એસઓજી ટીમે ૧૧ શંકાસ્પદ મોબાઈલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમારના સીધા માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડકોન્સ. જગદીશભાઇ મારૂ તથા પોલીસ કોન્સ. નીતીનભાઇ ખટાણાને મળેલ બાતમી આધારે ભાવનગર, મોતીબાગ પાસેથી મહિલા આરોપી લક્ષ્મીબેન અરવિંદભાઇ વાઘેલા ઉ.વ. ૫૫ રહેવાસી રૂવાપરી રોડ, મફતનગર ભાવનગર વાળીને જુદી જુદી કંપનીના શંકાસ્પદ મોબાઇલ ફોન નંગ-૧૧ કિ.રૂ. ૬,૫૦૦/- સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ.

Previous articleમોરચંદ ગામની વાડીના મકાનમાં તીનપત્તી રમતા ૧૭ શકુની ઝડપાયા
Next article‘પાસ’ દ્વારા કલેક્ટરને આવેદન