ભાવનગર મહાનગર પાલિકા જનરલ બોર્ડ બેઠક મેયર મનભા મોરીના અધ્યક્ષ પદે મળેલ આ બોર્ડ બેઠકમાં ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈના તથા ભાવનગરના પૂર્વ સાંસદ મહાવિરસિંહ ગોહિલના નિધન અંગે સભાગૃહે બે મિનિટ મૌન પાળી સ્વ.ને શ્રધ્ધાંજલી અર્પતા શોક ઠરાવો પાસ કર્યા હતા.
મળેલ બોર્ડ બેઠકમાં એજન્ડા પરના ૧૧ જેટલા ઠરાવો સર્વાનુ મતે પાસ કરી દેવાયા હતા. મળેલ બેઠકની શરૂઆતે પ્રશ્નોતરીમાં પારૂલબેન ત્રિવેદીએ શિક્ષણ વિભાગને લગતા કર્મચારીઓના પેન્શન તથા રૂા.૧૪ લાખની ખરીદી બાબત ચર્ચામાં લેવાય હતી. તંત્રે ટેન્ડર રદ્ કર્યાની બાબત અને પેન્શન કેસ બાબતે તંત્રની કામગીરીનો શાસનાધિકારીએ ખ્યાલ આપ્યો હતો. આ શિક્ષણ વિભાગના પ્રશ્નમાં રહિમભાઈ કુરેશીએ બજેટમાં ૧૦૦ ટકાની વાત ચેરમેનને નિતિ નિયમ પ્રમાણે કેવા પાવર છે તેની વિગતોની પુછપરછ કરી હતી, તંત્રના જવાો સામે કુરેશીએ નિયમ બાબતે ઠીક-ઠીક છણાવટ કરતા કમિ.ગાંધીએ નિયમો જોઈ લેવા અને યોગ્ય કરવાની ખાત્રી ઉચ્ચારી હતી.
સભ્ય ઉર્મિલાબેન ભાલે પુછેલ પ્રશ્નનો જવાબ મળી ગયાની વાત કરી હતી, કોંગી નેતા જયદિસિંહ ગોહિલે ઈનોવા કાર ખરીદી મુદ્દે બેફામ નાણાનો દુર ઉપયોગ થઈ રહ્યાની વાત કરી હતી. પૂર્વ ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યાએ શિક્ષણ વિભાગના પ્રશ્ને વચ્ચે સવાલ ઉભો કરી ચેરમેનને નોલેજ નો પણ હોય તેવી વાત જણાવતા જયદિપસિંહે પૂર્વ ચેરમેનની આવી રજુઆત સામે વાંધો ઉઠાવી શું ચેરમેનને નોલેજ નો હોય તેવુ બને ખરૂ ટકોર કરી હતી.
અભયસિંહ ચૌહાણે પ૦ હજાર કરતા વધુ લોકોની વસાહતના લોકોએ બસની સુવિા માંગણી કરવા છતા આવા વિસ્તારમાં સીટી બસ કેમ જતી નથી તેની વિગતવાર ચર્ચા કરી, લોકોને બસની સુવિધા મળવા માંગ ઉઠાવેલ. આજની બોર્ડ બેઠકમાં હિમત મેણીયા, જીતુ સોલંકી, ઈકબાલ આરબ, ડી.ડી.ગોહિલ, રામુબેન વાજા, ભરતભાઈ બુધેલીયા વિવિધ મુદ્દે ટુંકી ચર્ચાઓ કરી હતી.બેઠકમાં ઘરવેરા, મિલ્કત ઉઘરાણી, કારપેટ એરીયા અંગે સભ્યોએ ચર્ચા કરી હતી. ઘરવેરા સ્કીમમાં લોકોએ લીધેલ લાભની વિગત આપવામાં આવેલ.
મળેલ બોર્ડ બેઠક ચીલા ચાલુ રહી હતી, બેઠકની શરૂઆતમાં જયદિપસિંહ ગોહિલે ઢોરના ત્રાસની બાબત જણાવી હતી, અભયસિંહ ચૌહાણે આ વાત ગઈકાલે સ્ટે.કમિટીમાં ચર્ચાયની વાત જણાવી હતી. કાંતિભાઈ ગોહિલે ચિત્રા-ફુલસર વોર્ડમાં ટીપી સ્કીમના પ્લોટ પર ગાર્ડન બગીચો બનાવવાની વાત રજુ કરી હતી. એકદંરે બોર્ડ પ્રશ્નોની ચર્ચામાં હળવુ રહ્યુ હતુ અને બોર્ડના તમામ ઠરાવો સર્વાનુ મતે પાસ થયા હતા.