છેલ્લા ઘણા સમયથી સિહોર પોલીસને પડકાર ફેંકી રહયા છે. ચોર આ સીલસીલો જળવાય રહ્યો છે ખાડિયા વિસ્તાર, સ્વસ્તિક સોસાયટી, મેઇન બજાર, આજુબાજુ ગ્રામ્ય પંથકોમાં, મંદિરોની દાનપેટી સહિત સિહોરની સોસાયટીઓ સલામત રહી નથી. જ્યારે ચોરની રંજાડ થી સમગ્ર સિહોર ફફડી રહ્યું છે ત્યારે પોલીસ બંદોબસ્ત માં વ્યસ્ત હોય ત્યારે હોમગાર્ડ, જી.આર.ડી જવાનો સામે પણ નિષ્ક્રિયતા હોવાની આંગળી ચિધાઈ રહી છે શું સિહોર ની પ્રજા ને ભયના ઓથાર નિચેજ જીવવું પડશે કે પછી પોલીસ લાલ આંખ કરશે મેઇન બજારોમાં તો ઘણા વેપારીઓને સી.સી.ટીવી કેમેરા લગાવેલા છે છતાં અજાણ્યું વાહન મોડી રાત્રે સિહોરમાં ઘૂસે અને મેઇન બજારમાં એક સાથે ૩ દુકાનોના શટર તોડી નાખી ચોરીઓ કરી પલાયન થાય ,સ્વસ્તિક સોસાયટીમાં ૨ મકાનોમાં ચોરી, સ્ટેશન રોડ ખાતે આવેલ મેલડીમાંના મંદિરમાં ચોરી, સ્ટેશનરોડ પર વહેલી સવારે વૃધ્ધા ઈન્દુબેન જેન્તીભાઈ જાનીનાના ચેનની ચિલઝડપ આમ કુલ એક સાથે સાત સાત ચોરી ની ઘટના બનવા પામતા સિહોર માં આ ચોરીની ચોરે ને ચૌટે ચર્ચાઓ થઈ રહી છે.
સબ સલામતના દાવા પોકળ હોવાનું લોકો કહી રહયા છે છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓ બનતી હોય સત્વરે આ ટોળકી ઝબ્બે કરવા લોકમાંગ ઉઠી છે.