કુંભારવાડા ખાતે જનસંપર્ક કાર્યક્રમ યોજાયો

1839

ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ એન્ડ આઉટરિચ બ્યુરો ભાવનગર દ્વારા ભાવનગરના કુંભારવાડા ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશેષ જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો.આ કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકાના નાયબકાર્યપાલક ઈજનેર જે.એમ.સોનપુરા તેમજ નાયબકાર્યપાલક ઈજનેર હરેશ વ્યાસ,કોર્પોરેટર ઘનશ્યામભાઈ, સામાજિક અગ્રણી જીવણભાઈ પરમાર અને ચંદ્રકાંતભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વક્તવ્ય દ્વારાસ્થાનિક રહીશોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા હતા તેમજ ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાઈ ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે અપીલ કરી હતી. નાયબકાર્યપાલક ઈજનેર જે.એમ.સોનપુરાએ શહેરમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી સ્વચ્છતા અંગેની કામગીરી સમજાવી હતી,સાથે જ કચરાના નિકાલ અને વ્યવસ્થાપન માટે આગામી દિવસોમાં હાથ ધરાનાર મહત્વપૂર્ણ પ્રોજેક્ટની માહિતી આપી હતી.

ભારત સરકારના ફિલ્ડ એન્ડ આઉટરિચ બ્યુરો ભાવનગર કાર્યાલયના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ મહેમાનોના સ્વાગત સાથે કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.સ્વચ્છતા સંદર્ભે  સરકારી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરી વિશે લોકોને જાણ થાય અને સ્વચ્છતા અભિયાનમાં સૌ કોઈ જાગૃત થઈ પૂર્ણ સહયોગ આપે તે માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું .સાથે જ કાર્યક્રમ દરમિયાન સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાયેલ સરકારની વિભિન્ન યોજનાઓ અંગે પણ જાણકારી પુરી પાડી હતી.

કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અંગેની જાગૃતિ સાથે સંદેશો આપતા નાટકની ભજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું અને સ્વચ્છતાના વિષયને લઈને પ્રશ્નોત્તરી કરવામાં આવી જેના વિજેતાઓને કાર્યક્રમમાં મહેમાનોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ?”નો પ્લાસ્ટિક”ના અભિયાનને વેગ આપવા લોકોને કાપડની થેલી વિનામૂલ્યે વિતરણ કરી પ્લાસ્ટિકબેગ ના વાપરવા અપીલ કરવામાં આવી હતી.કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કોઈએ સ્વચ્છતાના શપથ લીધા હતા. કુંભારવાડાના સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં જનસંપર્ક કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેનાથી આ કાર્યક્રમનો હેતુ સાર્થક થયો છે.

Previous articleઅલંગ યાર્ડમાં જહાજ પરથી પટકાતા બે મજુરોના મોત
Next articleરૂપિયાનો રકાસ, પ્રથમવાર ૭૧ના ઐતિસાહિક તળિયે