નેપાળની બે દિવસની યાત્રાએ ગયેલા પીએમ મોદીએ કાઠમંડુમાં સંબોધન આપતા કહ્યું હતું કે હું સોમનાથની ધરતી પરથી આવ્યો છું. નેપાળ અને ભારત વચ્ચે શિવ ભક્તિનો સંબંધ છે. આ ધરતી હિંદૂ અને બૌદ્ધ આસ્થાનું સ્થળ છે. ભારત અને નેપાળ વચ્ચે શિવભક્તિનો સેતુ છે. નેપાળ અને ભારત વચ્ચે સદીઓ જૂનો સંબંધ છે. બંને દેશોમાં અનેક બાબતોમાં સામ્ય છે. બંને દેશો વિશ્વનું કલ્યાણની ભાવના ધરાવે છે. સૌનો વિકાસ થાય એ ભાવના ત્યારે ઉજાગર થાય જ્યારે બંને સાથે કામ કરશે. આજે ભારત વિશ્વ ફલક પર એક તારા માફક ચમકે છે. સૌનો સાથ અને સૌનો વિકાસ એ નીતિથી અમે કામ કરીશું. પડોશીઓને કામ આવવું, તેના સુખ દુઃખમાં સ્થાન આપવું. એ અમારી નીતિ છે. આ એનુંજ પ્રમાણ છે કે નેપાળમાં સ્થિર સરકાર છે.આપ તમામના જીવનને મંગળ બનાવવા માટે ભારતના સહકાર અને સહયોગ હમેંશા હમેંશા આપની સાથે છે. આપ પર પશુપતિનાથના આશીર્વાદ આ પવિત્ર ભૂમિ પર સદાય બની રહે.
ભારત અને નેપાળના કરોડો લોકોના જીવનને સમૃદ્ધ બનાવીએ એ ભાવના સાથે હું પ્રાર્થના કરું છું. નેપાળએ ગૌતમ આપ્યા તો ભારતે બૌદ્ધ આપ્યા. મને પશુપતિનાથ બાબાના ચરણોમાં આવવાનું સૌભાગ્ય મળ્યું. કાશી અને કાઠમંડુંમા બાબા શિવ છે.નેપાળમાં ઓછી મૂડીરોકાણ અને વધું માં વધું લોકોને રોજગાર દેવાનું કાર્ય છે. પશુપતિનાથ ધર્મશાળા એ કોઈ સામાન્ય વાત નથી. તે આવનારા સમયમાં ભારત અને નેપાળ વચ્ચે એક સહકાર સેતુ તરીકે કામ કરશે. બંને દેશોના સંબંધો મજબૂત રહે તેવી પ્રાર્થના.