ડોલરના મુકાબલે રૂપિયામાં ભારે મોટો ઘટાડો નોંધાયો છે. આ સપ્તાહમાં ચોથા દિવસે પણ સતત આ પરિસ્થિતિ શેર માર્કેટમાં જોવા મળી છે. શુક્રવારે ડોલરના મુકાબલે રૂપિયા નીચે આવ્યો છે, અને તે ૭૦.૯૧ રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. આ રૂપિયામાં અત્યાર સુધીનો આ સૌથી મોટો ઘટાડો નોંધાયેલો છે.શુક્રવારે ડોલરના મુકાબલે રૂપિયાએ ૧૭ પૈસાના ઘટાડા સાથે વેપારની શરૂઆત કરી હતી.
આ ઘટાડાને પગલે રૂપિયો ૭૧ પર પહોંચી ગયો છે. મહિનાના અંતમાં એક્સપોર્ટર્સ તરફથી ડોલરની ડિમાન્ડ વધવાને કારણે રૂપિયામાં આ ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં ચાલુ રહેલ ઉથલ-પાથલે પણ રૂપિયાનો અસ્થિત કર્યો છે.