અમેરિકા H1-B વિઝા પ્રક્રિયામાં કોઈ ફેરફાર નહિ કરે

1022

 

(જી.એન.એસ)વૉશિંગ્ટન,તા.૩૧

ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને કહ્યું કે, એચ૧-બી વિઝા પ્રક્રિયામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. આ વાત એવા સમયે સામે આવી જ્યારે આગામી અઠવાડિયે ભારત અને અમેરિકાની વચ્ચે ટૂ પ્લસ ટૂ વાતચીત થવાની છે. એક અંદાજ મુજબ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અમેરિકાની સાથે સમિટમાં આ મુદ્દે ચર્ચા કરશે.

સુષ્મા સ્વરાજે ગત સપ્તાહે રાજ્યસભામાં કહ્યું હતું, અમે અનેક મંચ પર ઔપચારિક રીતે એચ૧-બી વિઝાનો મુદ્દો ઉઠાવી રહ્યા છીએ. વ્હાઇટ હાઉસ, અમેરિકાના ફોરેન ડિપાર્ટમેન્ટ અને ત્યાંના સાંસદો સાથે પણ અમારી વાત ચાલી રહી છે. ૬ સપ્ટેમ્બરના રોજ અમેરિકા સાથેની સમિટમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવશે.

Previous articleસરકારની ટીકા કરનાર સામે રાષ્ટ્રદ્રોહ લાગી શકે નહિ : કાયદા પંચ
Next article૨૦૨૧ની વસતી ગણતરીમાં OBCના આંકડા એકત્રિત કરાશે