સરકારની ટીકા કરનાર સામે રાષ્ટ્રદ્રોહ લાગી શકે નહિ : કાયદા પંચ

1122

દેશના કાયદા પંચે ઠરાવ્યું છે કે, સરકારની નીતિઓની ટીકા કરવી કે તેનો વિરોધ કરવો તે દેશદ્રોહ નથી. વાણી સ્વાતંત્ર્ય બંધારણીય અધિકાર છે. જે વ્યકિતના વિચારો સરકારની નીતિ સાથે મેચ ન થતાં હોય તેની સામે રાષ્ટ્રદ્રોહનો આરોપ મુકી શકાય જ નહીં.

દેશની જનતાને પુરી આઝાદી છે કે, તેઓ જે ફાવે તે પ્રકારે પોતાના દેશ પ્રત્યે પોતાના પ્રેમની અભિવ્યકિત કરી શકે છે. કાયદા પંચે કહ્યું છે કે, લોકતંત્રમાં ‘એક જ પુસ્તક થકી ગાવું’ તે દેશભકિતનું બેન્ચમાર્ક નથી. સરકારની નીતિનો વિરોધ કરનાર સામે રાષ્ટ્રદ્રોહનો આરોપ મુકાઈ શકે જ નહીં.ઈન્ડીયન પીનલ કોડ હેઠળ આવતા રાષ્ટ્રદ્રોહ કાયદા (૧૨૪-એ) પર લાવવામાં આવેલા સુચનો મહત્વના છે.

Previous articleકાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ૧૧ પોલીસકર્મીઓના પરિજનોનું અપહરણ
Next articleઅમેરિકા H1-B વિઝા પ્રક્રિયામાં કોઈ ફેરફાર નહિ કરે