ચૂંટણી અંગે મીડિયા સર્ટી.મોનીટરીંગ કમિટીનાં સભ્યોને અપાયેલી તાલીમ

838
bhav25102017-2.jpg

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ના કામે રચાયેલી જિલ્લા કક્ષાની એમ. સી. એમ. સી. કમિટીના સભ્યોને ભાવનગરના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે વિશાળ પડદા પર સ્લાઈડ શો દ્વારા તાલીમ આપી હતી.  તા. ૨૩ ઓકટોબરે મોડી સાંજે આયોજન સભાખંડ, કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજાયેલી આ તાલીમમાં પેઈડ ન્યુઝ સંદર્ભે ચૂંટણી સંબંધી અપાયેલી સુચનાઓને અનુસરવુ, ઈલેક્ટ્રોનીક મીડિયામાં આવતા પેઈડ ન્યૂઝ  પર દેખરેખ રાખવી, ફરિયાદની તપાસ કરી યોગ્ય કાર્યવાહી નિયત સમય મર્યાદામાં  કરવી, રાજકીય પક્ષોના ઉમેદવારોએ પેઈડ ન્યૂઝ માટે અગાઉથી એમ. સી. એમ. સી. કમિટીની મંજુરી મેળવવી સહિતની બાબતે તાલીમ અપાઈ હતી. 
આ તાલીમમાં એમ. સી. એમ. સી. કમિટીના સભ્યો હાજર રહ્યા હતા.  અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કક્ષાની એમ. સી. એમ. સી. કમિટીના અધ્યક્ષ તરીકે જિલ્લા ચૂંટણી અધિકારી, સભ્યો તરીકે એસ. ડી. એમ,  એ. આર. ઓ., સ્વતંત્ર પત્રકાર, ભારત સરકારના માહિતી પ્રસારણ વિભાગની  જિલ્લા સ્થિત કચેરીના પ્રતિનિધિ તેમજ સભ્ય સચિવ તરીકે નાયબ માહિતી નિયામક હોય છે. 

Previous article હાર્દિક પટેલ આવતીકાલથી ભાવનગર જિલ્લાનાં પ્રવાસે
Next article સુભાષનગરમાં થયેલ ચેઈન લૂંટનો આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો