PM મોદીએ કર્યો પોસ્ટ પેમેન્ટ બેન્કનો શુભારંભ

1511

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક (IPPB)નું ઉદ્ઘાટન કરી દીધું છે. રાજધાનીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન તરફથી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કની શરૂઆત કરવામાં આવી. બેન્કની શરૂઆત કરવાનું લક્ષ્ય ગ્રામીણ વિસ્તારને નાણાકિય સેવાઓ સાથે જોડવાનો છે. વર્ષના અંત સુધી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક સાથે દેશની તમામ 1 લાખ 55 હજાર પોસ્ટ ઓફિસને જોડવાની યોજના છે. શરૂઆતમાં આઈપીપીબીની દેશભરમાં 650 બ્રાન્ચ અને 3250 સર્વિસ સેન્ટર કામ કરશે.

આઈપીપીબીને સામાન્ય માણસો માટે એક સરળ, આર્થિક અને વિશ્વસનીય બેન્કના રૂપમાં સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જેથી કેન્દ્ર સરકારના નાણાકિય સમાવેશ ઉદ્દેશોને ઝડપથી પૂર્ણ કરવામાં મદદ મળી શકે. દેશભરમાં ફેલાયેલી પોસ્ટ ઓફિસના 3 લાખથી વધુ ડાક અને ગ્રામીણ ડાક સેવકોના વિશાળ નેટવર્કથી ખૂબ લાભ મળશે. તેથી આઈપીપીબી ભારતમાં લોકોને બેન્ક સુધીની પહોંચ વધારવામાં ઉલ્લેખનીય ભૂમિકા ભજવશે.

આઈપીપીબી બચત અને ચાલુ ખાતુ, નાણાં ટ્રાન્સફર, સીધા લાભ ટ્રાન્સફર, બિલ અને ઉપયોગી ચૂકવણી અને સાહસો અને વ્યાપારી ચૂકવણી જેવી સુવિધા ઉપ્લબ્ધ કરાવશે. આ સુવિધાઓ અને તેની સાથે જોડાયેલી અન્ય સંબંધિત સેવાઓને બેન્કના આધુનિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બહુ-વિકલ્પ માધ્યમો (કાઉન્ટર સેવાઓ, માઇક્રો-એટીએમ, મોબાઇલ બેન્કિંગ, એપ એસએમએસ અને આઈવીઆર)ના માધ્યમથી ઉપલબ્ધ કરાવશે.

Previous articleમહિલા સ્ક્વોશ ટીમ ફાઇનલમાં હારી
Next articleઅમેરિકાની એક તરફી માંગોને પાકિસ્તાન સ્વીકારશે નહિ : ઇમરાનખાન