શહેરનાં સુભાષનગર ખાતે અજયવાડી વિસ્તારમાં ગઈકાલે ભર બપોરે એક મહિલાના ગળામાંથી મોટર સાયકલ પર આવેલા અજાણ્યા બે શખ્સો દોઢ તોલાનાં સોનાનાં ચેનની લૂંટ કરી નાસી છુટ્યા હતા જે અંગેની ફરિયાદ નોંધાવતા એલસીબી સ્ટાફે તુરંત જ તપાસ હાથ ધરતા આરોપી ગણતરીની કલાકોમાં મુદ્દામાલ સાથે મહિલા કોલેજ સર્કલ પાસેથી ઝડપી લીધો હતો.
ગઇકાલ તા.૨૩/૧૦/૨૦૧૭નાં રોજ ભાવનગર,જુની માણેકવાડીમાં રહેતાં નયનાબેન ઉર્/ં હરેશભાઇ પાંચાભાઇ બુધેલીયાએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરીયાદ દાખલ કરાવેલ કે, તેઓ ગઇકાલે બપોરનાં બારેક વાગ્યા શાકમાર્કેટમાંથી રીક્ષામાં બેસી અજયવાડીમાં જતાં હતાં.અને અજયવાડી પાસે રીક્ષામાંથી નીચે ઉતરી રીક્ષા ભાડું આપતાં હતાં.ત્યારે ઉપર આવેલ બે માણસોએ નયનાબેને ગળામાં પહેરેલ દોઢ તોલાનાં સોનાનાં ચેઇનની લુંટ કરી એરપોર્ટ તરફ નાસી ગયેલ. જે અંગે તે બંને ઇસમો વિરૂધ્ધ અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ
એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં ફરતાં-ફરતાં મહિલા કોલેજ સર્કલ પાસે આવતાં સફેદ તથા કાળા કલરનું કે.ટી.એમ. ડયુક-૨૦૦ મો.સા. નં.જીજે-૦૪-સીએસ ૮૭૧૬ સાથે શંકાસ્પદ પ્રવિણ ઉર્ફે દાંતાળો હકાભાઇ કાંગીયા ઉ.વ.૧૯ ધંધો-મજુરી રહે.ભીલવાસ,ગરાજીયા રોડ, પાલીતાણાવાળો મળી આવેલ. તેની જડતી તપાસ કરતાં પેન્ટનાં ખિસ્સામાંથી સોનાનો ચેઇન વજન-૧૫ ગ્રામ ૧૨૦ મીલીગ્રામનો મળી આવેલ.જે અંગે સોનીએ ખરાઇ કરી આપેલ.તે સોનાનાં ચેઇન અંગે કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોવાથી સોનાનાં ચેઇનની કિ.રૂ.૩૩,૮૦૦/- તથા તેની અંગજડતીમાંથી મળેલ સફેદ કલરનાં સેમસંગ કંપનીનાં મોબાઇલ તથા મો.સા. અંગે પણ આધાર પુરાવા ન હોય.જેથી મોબાઇલ કિ.રૂ.૩,૦૦૦/- તથા મો.સા. કિ.રૂ.૭૫,૦૦૦/- ગણી કુલ રૂ.૧,૧૧,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ.તેને રાત્રીનાં ૧૦.૧૫ કલાકે ધોરણસર અટક કરવામાં આવેલ.
આ ઇસમની પુછપરછ કરતાં તેણે તથા તેનાં ફુઇનાં છોકરા અમર કિશોરભાઇ મીઠાપરા રહે.હાલ-મંગોલપુરી એ-બ્લોક,નવી દિલ્હીવાળાએ ઉપરોકત મો.સા. ઉપર આવી ગઇકાલ બપોરનાં સમયે સુભાષનગર,બાળ અદાલતવાળા ખાંચા પાસેથી એક બહેનનાં ગળામાંથી સોનાનો ચેઇન લુંટી લીધેલ તે સોનાનો ચેઇન હોવાની કબુલાત કરેલ.જેથી તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. આ કામગીરીમાં પીઆઈ એન.જી.જાડેજા તથા હેડ કોન્સ. કિરીટસિંહ ડોડિયા, પ્રદ્યુમનસિંહ ગોહિલ, પરાક્રમસિંહ ગોહિલ,પૃથ્વીરાજસિંહ ગોહિલ,હર્ષદભાઇ ગોહિલ તથા જીતેન્દ્દસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયેલ હતો.