તમામ લોકો કરન્સી નોટનું મૂલ્યો તો જાણે છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે તે છાપવા પાછળ કેટલો ખર્ચ થાય છે? અલગ-અલગ મૂલ્યની નોટો પર કેટલો ખર્ચ થાય છે. તે જાણવા માટે RTI દ્વારા કેટલીક માહિતી સામે આવી છે.
RTI હેઠળ ભારતીય રિઝર્વ બેંક નોટ પ્રિન્ટિંગ લિમિટેડે સવાલ કર્યો કે, અલગ-અલગ મૂલ્યોની નોટ પ્રિન્ટ કરવા પર સરકારને કેટલો ખર્ચ થાય છે? RTI આ સવાલનો જવાબ આપવામાં આવ્યો છે કે ભારત સરકારે ૨૦૦૦ રૂપિયાની કરન્સી નોટ છાપવા પાછળ ૪.૧૮ રૂપિયાનો ખર્ચ થાય છે. એવી જ રીતે ૫૦૦ રૂપિયાની એક નોટ છાપવા પાછળ ૨.૫૭ રૂપિયા અને ૧૦૦ રૂપિયાની નોટ પર ૧.૫૧ રૂપિયા સરકાર ખર્ચ કરે છે.
જ્યારે ૧૦ રૂપિયાની નોટનો સવાલ છે ત્યારે સરકાર તેના પર ૧.૦૧ રૂપિયાનો ખર્ચ કરે છે. જ્યારે તેની સામે ૨૦ રૂપિયાની નોટ ૧ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ૧૦ રૂપિયાની સરખામણીએ ૨૦ રૂપિયાની નોટ છાપવાનો ખર્ચ ઓછો આવે છે. જ્યારે ૫૦ રૂપિયાની નોટ પાછળ સરકાર ૧૦ રૂપિયાની નોટ જેટલો ૧.૦૧ રૂપિયાનો ખર્ચ કરે છે.
૮ નવેમ્બર ૨૦૧૬માં નોટબંધીમાં જે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો રદ્દ કરવામાં આવી હતી. આ જૂનો નોટો છાપવા પાછળ સરકાર ૫૦૦ રૂપિયાની નોટ ૩.૦૯ રૂપિયા અને ૧૦૦૦ રૂપિયાની નોટ પાછળ ૩.૫૪ રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હતો.