પહેલા તબક્કામાં કઈ 89 સીટ પર ચૂંટણી યોજાશે
કચ્છ જિલ્લાની અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ(એસસી) અને રાપર એમ 6 બેઠક, સુરેન્દ્રનગરની દસાડા(એસસી), લિંબડી, વઢવાણ, ચોટીલા અને ધાંગ્રધા એમ 5 બેઠક, મોરબી જિલ્લામાં ટંકારા, મોરબી અને વાંકાનેર એમ 3 બેઠકો, રાજકોટ જિલ્લામાં રાજકોટ ઈસ્ટ, રાજકોટ વેસ્ટ, રાજકોટ સાઉથ, રાજકોટ રૂરલ(એસસી), જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી એમ 8 બેઠકો, જામનગર જિલ્લામાં કાલાવડ(એસસી), જામનગર રૂરલ, જામનગર નોર્થ, જામનગર સાઉથ અને જામજોધપુર એમ 5 બેઠકો, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામ ખંભાળિયા અને દ્વારકા એમ 2 બેઠકો, પોરબંદર જિલ્લામાં પોરબંદર અને કુતિયાણા એમ 2 બેઠકો, જૂનાગઢ જિલ્લામાં માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ અને માંગરોળ એમ 5 બેઠકો, ગીર-સોમનાથ જિલ્લામાં સોમનાથ, તાલાલા, કોડીનાર(એસસી) અને ઉના એમ 4 બેઠકો, અમરેલી જિલ્લામાં ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા અને રાજુલા એમ 5 બેઠકો, ભાવનગર જિલ્લામાં મહુવા, તળાજા, ગારિયાધાર, પાલીતાણા, ભાવનગર રૂરલ, ભાવનગર ઈસ્ટ અને ભાવનગર વેસ્ટ એમ 7 બેઠકો, બોટાદ જિલ્લામાં ગઢડા (એસસી) અને બોટાદ એમ 2 બેઠકો, નર્મદા જિલ્લામાં નાંદોડ (એસટી) અને ડેડિયાપાડા (એસટી) એમ 2 બેઠકો, ભરૂચ જિલ્લામાં જંબુસર, વાગરા, ઝઘડિયા (એસટી), ભરૂચ અને અંકલેશ્વર એમ 5 બેઠકો, સુરત જિલ્લામાં ઓલપાડ, માંગરોલ(એસટી), માંડવી(એસટી), કામરેજ, સુરત ઈસ્ટ, સુરત નોર્થ, વરાછા રોડ, કારંજ, લિબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત વેસ્ટ, ચૌર્યાસી, બારડોલી(એસસી) અને મહુવા(એસટી) એમ 16 બેઠકો, તાપી જિલ્લામાં વ્યારા અને નિઝર એમ 2 બેઠકો, ડાંગ જિલ્લામાં ડાંગ(એસટી) એકમાત્ર બેઠક, નવસારી જિલ્લામાં જલાલપોર, નવસારી, ગણદેવી(એસટી) અને વાંસદા(એસટી) એમ 4 બેઠકો, વલસાડ જિલ્લામાં ધરમપુર(એસટી), વલસાડ, પારડી, કપરાડા(એસટી) અને ઉમરગામ(એસટી) એમ 5 બેઠકો
બીજા તબક્કામાં કઈ 93 સીટ પર ચૂંટણી યોજાશે
અમદાવાદ જિલ્લામાં વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડીયા, મણીનગર, દાણીલીમડા(એસસી), સાબરમતી, અસરવા(એસસી), દસ્ક્રોઈ, ધોળકા અને ધંધુકા એમ 21 બેઠકો, બનાસકાંઠા જિલ્લામાં વાવ, થરાદ, ધાનેરા, દાંતા(એસટી), વડગામ(એસસી), પાલનપુર, ડીસા, દિયોદર અને કાંકરેજ એમ 9 બેઠકો, પાટણ જિલ્લામાં રાધનપુર, ચાણસ્મા પાટણ અને સિધ્ધપુર એમ 4 બેઠકો, મહેસાણા જિલ્લામાં ખેરાલુ,ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી(એસસી), મહેસાણા અને વિજાપુર એમ 7 બેઠકો, સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, ઈડર(એસસી), ખેડબ્રહ્મા(એસટી) અને પ્રાંતિજ એમ 4 બેઠકો, અરાવલ્લી જિલ્લામાં ભિલોડા(એસટી), મોડાસા અને બાયડ એમ 3 બેઠકો, ગાંધીનગર જિલ્લામાં દહેગામ, ગાંધીનગર સાઉથ, ગાંધીનગર નોર્થ, માણસા અને કલોલ એમ 5 બેઠકો, આણંદ જિલ્લામાં ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજીત્રા એમ 7 બેઠકો, ખેડા જિલ્લામાં માતર, નડીયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા અને કપડવંજ એમ 6 બેઠકો, મહીસાગર જિલ્લામાં બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર(એસટી) એમ 3 બેઠકો, પંચમહાલ જિલ્લામાં શહેરા, મોરવા હડફ(એસટી), ગોધરા, કાલોલ અને હાલોલ એમ 5 બેઠકો, દાહોદ જિલ્લામાં ફતેપુરા(એસટી), ઝાલોદ(એસટી), લિમખેડા(એસટી), દાહોદ(એસટી), ગરબાડા(એસટી) અને દેવગઢબારિયા એમ 6 બેઠકો, વડોદરા જિલ્લામાં સાવલી, વાઘોડિયા(એસસી), ડભોઈ, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા અને કરજણ એમ 10 બેઠકો, છોટા ઉદેપુર જિલ્લામાં છોટા ઉદેપુર(એસટી), જેતપુર(એસટી) અને સંખેડા(એસટી) એમ 3 બેઠકો