સુશાંત અને અંકિતા લોખંડે ફરીવખત સાથે નજરે પડશે

1809

કોઇ સમય બોલિવુડમાં અભિનેતા સુશાંત સિંહ રાજપુત અને અંકિતા લોખંડેની જોડીને સૌથી લોકપ્રિય હોટ જોડી તરીકે ગણવામાં આવતી હતી. આ બંને ટીવીના સુપરહિટ સિરિયલ પવિત્ર રિશ્તામાં સાથે નજરે પડ્યા  હતા. સિરિયલમાં બંને પતિ અને પત્નિના રોલમાં નજરે પડ્યા હતા. આ સિરિયલ બાદ બંને રિયલ લાઇફમાં પણ રિલેશનશીપમાં આવી ગયા હતા. જો કે મોડેથી તેમના સંબંધોમાં તિરાડ બની હતી. છેલ્લે અલગ થઇ ગયા હતા. હવે ફરી એકવાર આ જોડી સાથે નજરે પડનાર છે. ભલે રિયલ લાઇફમાં આ જોડી સાથે જોઇ શકાઇ નથી પરંતુ હવે ટીવી પર ફરી બંને સાથે નજરે પડનાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ બંને લોકપ્રિય સિરિયલ પવિત્ર રિસ્તા સાથે ફરી એકવાર કેરિયરને શરૂ કરી રહ્યા છે. પવિત્ર રિશ્તા ટીવી પર ફરી શરૂ  થનાર છે. જેના પરિણામસ્વરૂપે તેની ઉત્સુકતા વધી ગઇ છે. તાજેતરમાં જ ઝીટીવી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ લોકપ્રિય સિરિયલ પવિત્ર રિશ્તા અને જોધા અકબરને ફરી ટેલિકાસ્ટ કરનાર છે. ઝી ટીવી તરફથી આ ફેસલો ચાહકો દ્ધારા કરવામાં આવેલી માંગના આધાર પર કરવામાં આવ્યો છે. ઝીટીવી દ્વારા સોશિયલ મિડિયા પર જાહેરાત કરતા કહેવામાં આવ્યુ છે કે જેની તમે ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા છો તે બે સિરિયલ ફરી શરૂ થનાર છે. પવિત્ર રિશ્તા અને જોધા અકબરની ફરી શરૂઆત થવા જઇ રહી છે. ત્રીજી સપ્ટેમ્બરથી પવિત્ર રિશ્તાની શરૂઆત થનાર છે. જેનુ પ્રસારણ સોમવારથી લઇને શુક્રવાર સુધી સાંજે ચાર વાગે કરવામાં આવશે. જોધા અકબરનુ પ્રસારણ સાંજે પાંચ વાગે કરવામાં આવનાર છે. સુશાંત અને અંકિતા લોખંડે ની લોકપ્રિયતા હજુ પણ અકબંધ રહે  છે. કોઇ સમય બોલિવુડમાં અભિનેતા સુશાંત સિંહ રાજપુત અને અંકિતા લોખંડેની જોડીને સૌથી લોકપ્રિય હોટ જોડી તરીકે ગણવામાં આવતી હતી. આ બંને ટીવીના સુપરહિટ સિરિયલ પવિત્ર રિશ્તામાં સાથે નજરે પડ્યા  હતા. સિરિયલમાં બંને પતિ અને પત્નિના રોલમાં નજરે પડ્યા હતા.

Previous articleવિજયનગર પોળો ખાતે “ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ” વિષય પર પરીસંવાદ યોજાયો
Next article’હંસા-એક સન્યોગ’નું ડબિંગ સત્ર સમાપ્ત!